Salman Khan Security : સલમાન ખાનની સુરક્ષા ત્રણ ગણી વધી, ‘ભાઈજાન’ના સેટ પર કડક બંદોબસ્ત
5 જૂને, જ્યારે સલમાન ખાનના (Salman Khan) પિતા સલીમ ખાન સવારે ચાલવા માટે બહાર હતા, ત્યારે તેમને પાર્કની એક બેંચ પર એક પત્ર મળ્યો, જેના પર તેમનું અને સલમાન ખાનનું નામ લખેલું હતું. આ પત્રમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
Salman Khan Death Threat Case: અભિનેતા સલમાન ખાનના (Salman Khan) પિતા સલીમ ખાનને હાલમાં જ એક પત્ર મળ્યો હતો, જેના પછી સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ સલમાન ખાન અને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળવાના મામલામાં સલમાન ખાન અને સલીમ ખાને (Salim Khan) પોતાનું નિવેદન નોંધ્યું છે. સલમાન ખાને પોલીસને નિવેદન આપ્યું છે કે તેને આ કેસમાં કોઈ પર શંકા નથી. હાલ તો સલમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની આગામી ફિલ્મ ‘ભાઈજાન’ના સેટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે
સલમાન ખાન તેની આગામી ફિલ્મ ભાઈજાનના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની આ ફિલ્મનું નામ પહેલા કભી ઈદ કભી દિવાલી હતું, પરંતુ હવે ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા છતાં સલમાન ખાને તેની ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હૈદરાબાદમાં ફિલ્મના સેટ પર કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
બોલિવૂડ લાઈફે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ફિલ્મના સેટ પર સલમાન ખાનની સુરક્ષા ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. સેટ પર આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં જે લોકો સેટ પર આવે છે તેમની બે વખત તપાસ કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે 5 જૂનના રોજ જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે વોક માટે નીકળ્યા ત્યારે તેમને પાર્કની એક બેંચ પર એક પત્ર મળ્યો, જેના પર તેમનું અને સલમાન ખાનનું નામ લખેલું હતું. પત્ર મળ્યા બાદ આ અહેવાલો સામે આવ્યા છે કે સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ કેસમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને સલમાન અને તેના પિતા સલીમનું નિવેદન પણ નોંધ્યું છે.
પોલીસ દ્વારા જ્યારે સલમાન ખાનની પૂછપરછ કરવામાં આવી ત્યારે અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોમાં તેનો કોઈની સાથે કોઈ વિવાદ થયો નથી અને ન તો તેને કોઈ ધમકીભર્યો કોલ કે મેસેજ આવ્યો હતો. અભિનેતાએ તેના નિવેદનમાં કહ્યું કે તેની પાસે કોઈ પર શંકા કરવાનું કોઈ નક્કર કારણ નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાનનું કહેવું છે કે તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી નથી.