લાંબા વાળમાં લદ્દાખના મેદાનોમાં જોવા મળ્યો સલમાન, ટાઇગર 3 ના એક્ટરનો લૂક થયો વાયરલ!

|

Aug 19, 2022 | 5:01 PM

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ટાઈગરની ફ્રેન્ચાઈઝી તેના કરિયરની મોટી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના છેલ્લા બંને ભાગ સુપરહિટ રહ્યા હતા.

લાંબા વાળમાં લદ્દાખના મેદાનોમાં જોવા મળ્યો સલમાન, ટાઇગર 3 ના એક્ટરનો લૂક થયો વાયરલ!
Salman-KHAN
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે. ફેન્સ પણ સલમાન ખાનની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એક્ટ્રેસ કેટરીના કૈફ પણ જોવા મળશે. આ ફિલ્મ ‘એક થા ટાઈગર’નો ત્રીજો ભાગ છે. સલમાન દરેક ઈદ પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે. પરંતુ આ વખતે એવું બન્યું નથી. પરંતુ આવતા વર્ષે 2023ની ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ (Tiger 3) રિલીઝ થશે. આ દરમિયાન સલમાન ખાનનો એક લુક પણ વાયરલ થઈ રહ્યો છે.

ટાઈગર 3ના લૂકમાં છે સલમાન?

હાલમાં જ સલમાન ખાનનો એક લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાનના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ તસવીરમાં સલમાન ખાન તેની બાઇક સાથે ઉભો જોવા મળે છે. તેની આ તસવીર લેહ લદ્દાખની છે. રસપ્રદ વાત એ છે કે સલમાનના આ ફોટામાં દાઢી અને માથાના વાળ બંને વધી ગયા છે. આ જોઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે સલમાનનો આ લુક તેની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 નો તો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અહીં જુઓ પોસ્ટ…

બંને ફિલ્મો રહી હતી હિટ

સલમાન ખાનની ફિલ્મ ટાઈગરની ફ્રેન્ચાઈઝી તેના કરિયરની મોટી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના છેલ્લા બંને ભાગ સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મમાં સલમાન અને કેટરીનાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2012માં એક થા ટાઈગર અને 2017માં ટાઈગર ઝિંદા હૈ આવી હતી. આ બંને ફિલ્મોએ બોકેસ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું. સલમાનનો આ ફોટો જોઈને એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કારણ કે આ ફિલ્મના અમુક ભાગનું શૂટિંગ બાકી છે. પરંતુ આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

સલમાન ખાન પણ આવ્યો નિશાના પર

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ને પણ લોકો બોયકોટ કરી રહ્યા છે. સલમાન ખાન સામે કોમેન્ટ સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. એટલું જ નહીં તેનો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે બાદશાહ, મિસ્ટર પરફેક્શનિસ્ટ અને ભાઈજાન – દરેકની ગેમ પૂરી થઈ ગઈ છે.

Next Article