સલમાન ખાને એક વીડિયો શેયર કરી ફેન્સને કરી અપીલ ‘પ્લીઝ, થિયેટરમાં આવા કામ ન કરો’, જાણો શું છે સમગ્ર મામલો

સલમાન ખાને શનિવારે રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. 45 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલમાનના ફેન્સ તેની ફિલ્મ જોઈને જશ્ન મનાવી રહ્યા છે.

સલમાન ખાને એક વીડિયો શેયર કરી ફેન્સને કરી અપીલ 'પ્લીઝ, થિયેટરમાં આવા કામ ન કરો', જાણો શું છે સમગ્ર મામલો
Salman Khan

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘અંતિમ’ લાંબા સમય બાદ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાન પંજાબી પોલીસ ઓફિસરના (Police Officer’s Role) અવતારમાં જોવા મળી રહ્યો છે. તેની ધમાકેદાર એક્શન ફિલ્મ (Action Film) ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સલમાનના ડાઇ હાર્ડ ફેન્સ તેને એટલો પસંદ કરે છે કે તે તેની ફિલ્મની રિલીઝને તહેવારની જેમ ઉજવે છે. આવી જ એક ઘટના ખુદ સલમાને તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેના ફેન્સ થિયેટરમાં ફટાકડા ફોડતા જોવા મળે છે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સલમાને ચાહકોને અપીલ કરી છે.

સલમાન ખાને શનિવારે રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. 45 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલમાનના ફેન્સ તેની ફિલ્મ જોઈને જશ્ન મનાવી રહ્યા છે. સલમાનને તેમની ઉજવણીની રીત પસંદ ન આવી. થિયેટરમાં સ્ક્રિનિંગ દરમિયાન સલમાનના કેટલાક ચાહકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ બાબતે સલમાને તેના તમામ ચાહકોને આવુ ન કરવાની અપીલ કરી છે.

આ વીડિયોને શેર કરતા સલમાને તેના ઈન્સ્ટાગ્રામના કેપ્શનમાં લખ્યું કે, “હું મારા તમામ ફેન્સને અપીલ કરું છું કે થિયેટરમાં ફટાકડા ન ફોડો. આમ કરવાથી તમારો જીવ અને ત્યાં હાજર અન્ય લોકોના જીવ જોખમમાં આવી શકે છે. મારી અપીલ સિનેમા માલિકોને પણ છે કે તેઓ સિનેમાઘરોમાં ફટાકડા ન ફોડવા દે. સુરક્ષા ગાર્ડે તેમને એન્ટ્રી પોઈન્ટ પર જ અટકાવવા જોઈએ. હું મારા ચાહકોને ફિલ્મ માણવાની અપીલ કરું છું પણ મહેરબાની કરીને આવી બાબતો ટાળો. આભાર.”

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ આ શુક્રવારે એટલે કે 26 નવેમ્બરે રિલીઝ થઈ છે ફિલ્મમાં આયુષ શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અંતિમનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે અને મહેશ માંજરેકર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્માની સાથે જીસૂ સેનગુપ્તા, પ્રજ્ઞા જેસલ અને મહિમા મકવાણા જેવા કલાકારો જોવા મળશે.

આ પણ વાંચો – કોરોનાના વધતા સંક્રમણ અંગે CM અશોક ગેહલોતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું “કેન્દ્ર સરકારે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવો જોઈએ”

આ પણ વાંચો – Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ

આ પણ વાંચો – Parliament Winter Session: સંસદ સત્ર પહેલા PM મોદી કરશે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા, વિપક્ષને સહયોગની કરશે અપીલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati