Salman Vs SRK: તૂટી ગયો સાથ! હવે સિલ્વર સ્ક્રીન પર સામ સામે જોવા મળશે ટાઈગર-પઠાન, થઈ ગઈ જાહેરાત

Tiger Versus Pathaan: શાહરૂખ ખાન અને સલમાન ખાનની (Salman Khan) રિયલ લાઈફ મિત્રતા ખૂબ જ ખાસ છે. આ સાથે જ તમે બંનેને પહેલા સ્ક્રીન પર સામસામે જોયા જ હશે. હવે લાંબા સમય બાદ બંને સ્ટાર્સ એકબીજા સાથે નહીં પરંતુ એકબીજાની સામે જોવા મળશે.

Salman Vs SRK: તૂટી ગયો સાથ! હવે સિલ્વર સ્ક્રીન પર સામ સામે જોવા મળશે ટાઈગર-પઠાન, થઈ ગઈ જાહેરાત
Salman khan and shahrukh khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 7:05 PM

Tiger Versus Pathaan: વર્ષ 2023ની શરૂઆતમાં આપણે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જોઈ. આ ફિલ્મે ફરી એકવાર બોલિવુડના ખરાબ દિવસોની યાદોને ભુલાવીને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સલમાન ખાનની જોડીએ પણ ફેન્સને ખૂબ એન્ટરટેઈન કર્યા. બંને સુપરસ્ટાર લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યા હતા.

હવે એવા સમાચાર છે કે બંને સુપરસ્ટાર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. રિપોર્ટ્સ મુજબ હવે યશ રાજ ફિલ્મ્સે એક મોટી જાહેરાત કરી છે. હવે પઠાણ અને ટાઈગર વચ્ચે મિત્રતા જોવા મળી હતી હવે તેમની વચ્ચે દુશ્મની જોવા મળશે. તરણ આદર્શના ટ્વીટ મુજબ તેણે યશરાજ ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મોની લિસ્ટ જાહેર કરી છે. તેમાં એક ટેગ છે આ ટાઈગર vs પઠાણ.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

સલમાન અને શાહરુખ સામ-સામે

હવે લોકો આ ટેગ પર અલગ-અલગ વાતો કરતા જોવા મળી રહ્યા છે. ટાઈટલથી તો સ્પષ્ટ છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દુશ્મનાવટ જોવા મળશે. ફેન્સ માટે આનાથી વધુ ઉત્સુકતા શું હોઈ શકે. તરણે ટ્વિટર પર જાણકારી શેયર કરી છે. તેમાં YRFના સ્પાઈ યુનિવર્સમાં એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, યુદ્ધ અને પઠાણ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Arijit Singh Live Concert: સિલિગુડીમાં આજે યોજાશે અરિજીત સિંહનો લાઈવ કોન્સર્ટ, જાણો ડિટેલ્સ

આ ફિલ્મો લઈને આવશે YRF

આ સાથે તરણ આદર્શે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ આવનારી ફિલ્મો વિશે પણ વાત કરી. તેણે આ લિસ્ટમાં ટાઈગર 3, વોર 2 જેવી ફિલ્મોનો સમાવેશ કર્યો હતો. આ સાથે ટાઈગર વર્સીસ પઠાણ ફિલ્મ પણ લિસ્ટમાં સામેલ થશે. તેનો અર્થ એ થાય છે કે બોલિવુડના બે દિગ્ગજ સુપરસ્ટાર અને રિયલ લાઈફના બેસ્ટ ફ્રેન્ડ્સ આવનારા સમયમાં સામસામે આવશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">