Arijit Singh Live Concert: સિલિગુડીમાં આજે યોજાશે અરિજીત સિંહનો લાઈવ કોન્સર્ટ, જાણો ડિટેલ્સ
Arijit Singh Live Concert: કંચનજંઘા સ્ટેડિયમમાં અરિજીત સિંહના (Arijit Singh) લાઈવ કોન્સર્ટના સાક્ષી બનવા માટે હજારો ફેન્સ ભેગાં થશે. અરિજીત તેના સુરીલા અવાજ માટે જાણીતો છે, મંગળવારે સાંજે કોન્સર્ટના ત્રણ કલાકમાં લગભગ 50 ગીતોને આવરી લેશે.
હજારો સંગીત પ્રેમીઓ મંગળવારે કંચનજંઘા સ્ટેડિયમમાં અરિજીત સિંહના લાઈવ કોન્સર્ટના સાક્ષી બનવા માટે ભેગાં થશે, જે ફેમસ પ્લેબેક સિંગર દ્વારા આ પ્રદેશમાં તેનું પહેલું પર્ફોમન્સ છે. “તે પૂર્વોત્તર માટે એક ઘટના બની જશે કારણ કે આસામ, બિહાર અને સિક્કિમના લોકો પણ શહેરની મુલાકાત લેશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેના ફેન્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે ટિકિટ બુકિંગે પહેલેથી જ સાબિત કરી દીધું છે કે લોકો કોન્સર્ટને લઈને ઉત્સાહી છે. અરિજીત તેના સુરીલા અવાજ માટે જાણીતો છે, મંગળવારે સાંજે કોન્સર્ટના ત્રણ કલાકમાં લગભગ 50 ગીતોને આવરી લેશે.
ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
મુર્શિદાબાદના જંગીપુરના રહેવાસી ગાયક માટે છેલ્લા દોઢ મહિનામાં આ બીજો લાઈવ કોન્સર્ટ હશે. 18 ફેબ્રુઆરીના રોજ અરિજીતે કલકત્તાના એક્વેટિકા ખાતે પરફોર્મ કર્યું હતું. સિલિગુડી કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની નિકિતા અગ્રવાલે કહ્યું કે “અમે સ્ટેડિયમના દરવાજા ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે અમારા માટે એક અનફર્ગેટેબલ મ્યુઝિકલ ઈવનિંગ હશે અને આશા છે કે તે અમારા મનપસંદ બોલિવુડ સોન્ગ સાથે આવશે.” તે મંગળવારે સાંજે તેના મિત્રો સાથે સ્ટેડિયમ જવા માટે તૈયાર છે.
સિલીગુડીના રહેવાસીઓ સાથે સાથે અન્ય સેંકડો લોકો દાર્જિલિંગની પહાડીઓ અને પડોશી જિલ્લાઓમાંથી આવશે. “અરિજિત સિંહ અહીં પરફોર્મ કરશે. તેને લાઈવ જોવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. ઈવેન્ટને ચૂકી જવાનો કોઈ પ્રશ્ન નથી, ”અવિક ચક્રવર્તીએ કહ્યું, તે તેની પત્ની સાથે સ્ટેડિયમમાં હશે.
આ પણ વાંચો : આ છે પૈસાની તાકાત, અનંત અંબાણીનો બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો Salman Khan, જુઓ Video
ઈવેન્ટ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા
આયોજકોએ ઈવેન્ટ માટે રૂ. 1,999 થી રૂ. 60,000 સુધીની ટિકિટ રાખી છે. એક સૂત્રએ કહ્યું છે કે “વેચાણ સ્થિર છે અને એવું લાગે છે કે આવતીકાલે સ્ટેડિયમમાં 20,000 થી વધુ લોકો આવશે.” કોન્સર્ટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્ટેડિયમના ઉત્તર છેડે સ્ટેજ બનાવવા માટે લગભગ 20 ટ્રકો મુંબઈથી અહીં આવી પહોંચી છે.
સોમવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે સ્ટેડિયમમાં લગભગ 300 બાઉન્સર, 100 સુરક્ષા ગાર્ડ અને 300 સ્વયંસેવકો હાજર રહેશે. આ સિવાય એક સૂત્રએ કહ્યું છે કે સ્ટેડિયમ અને તેની આસપાસ સેંકડો પોલીસકર્મીઓ હશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…