AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan Tiger 3: મડ આઈલેન્ડમાં સલમાન ખાન અને શાહરૂખ ખાને કર્યું શૂટિંગ, ‘ટાઈગર 3’ના સેટ પરથી લીક થયો Video

Video Leaked From Tiger 3 Set: સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'ટાઈગર 3' સતત ચર્ચામાં છે. આ ફિલ્મની ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન પણ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં બિઝી છે.

Salman Khan Tiger 3: મડ આઈલેન્ડમાં સલમાન ખાન અને શાહરૂખ ખાને કર્યું શૂટિંગ, 'ટાઈગર 3'ના સેટ પરથી લીક થયો Video
Salman Khan - Shah Rukh KhanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:00 PM
Share

Tiger 3: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ને (Tiger 3) લઈને ફેન્સમાં સતત ચર્ચા ચાલી રહી છે . આ ફિલ્મમાં આ વખતે શાહરૂખ ખાનનો કેમિયો પણ જોવા મળશે. જેના કારણે ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલી દરેક જાણકરી પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન ‘ટાઈગર 3’ના સેટ પરથી એક વીડિયો લીક થયો છે. જેમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને સલમાન ખાન (Salman Khan) બંને જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. પહેલા સલમાન ખાન ટાઈગર 3 ના સેટ તરફ જતો જોવા મળે છે. જ્યારે શાહરૂખ તેની પાછળ ચાલતો જોવા મળે છે. મે મહિનામાં સલમાન અને શાહરૂખ માટે મુંબઈના મડ આઈલેન્ડ ખાતે એક એક્સટેન્સિવ એક્શન સિક્વન્સ માટે સેટ તૈયાર કર્યો હતો. મેકર્સે ફિલ્મ પર ઘણા પૈસા લગાવ્યા છે.

વીડિયોમાં સલમાન બ્રાઉન ટી-શર્ટ પહેરીને સેટની અંદર જાય છે, જ્યારે ફિલ્મનો સેટ બ્લૂ કલરના મોટા મોટા બેકગ્રાઉન્ડથી ઢંકાયેલો છે. આ વીડિયોને શેર કરતા ફેન પેજ પર લખ્યું છે કે મેગાસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન થોડા અઠવાડિયા પહેલા #Tiger3 ના સેટ પર. પરંતુ શાહરૂખના કહેવા પ્રમાણે, “સલમાન ખાન લીડ કરશે અને અમે તેને ફોલો કરવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો : મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ લુકમાં મળી જોવા, જુઓ Viral Video

ટાઈગર 3 એ YRF સ્પાય યુનિવર્સનો પાંચમો અને ટાઈગર સિરીઝનો ત્રીજો ભાગ હશે. સુપર-સક્સેસફુલ યુનિવનર્સની શરૂઆત એક થા ટાઈગર (2012) થી થઈ હતી અને ત્યારબાદ ટાઈગર ઝિંદા હૈ (2017), વોર (2019), અને પઠાણ (2023) આવી હતી. ટાઈગર 3 માં સલમાનની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશમી પણ છે. ટાઈગર 3 પછી, શાહરૂખ અને સલમાન ટાઈગર વર્સિસ પઠાણ સાથે મોટા પડદા પર પાછા ફરે તેવી શક્યતા છે. પરંતુ તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">