AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ કરીને માગ્યા 2 કરોડ

સલમાન ખાનના જીવ પર ખતરો છે. તેમની સુરક્ષા વધારવામાં આવી હોવા છતાં તેમને વારંવાર ધમકીઓ મળી રહી છે તેનો સિલસિલો ખતમ થઈ રહ્યો નથી. સલમાન ખાનને ફરી એક વાર ધમકી મળી છે. ગઈ કાલે એક મેસેજ આવ્યો છે જેમાં સુપરસ્ટાર પાસેથી 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે.

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ કરીને માગ્યા 2 કરોડ
salman khan
| Updated on: Oct 30, 2024 | 11:30 AM
Share

સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી જોખમમાં છે. સુપરસ્ટારને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેન્ડ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ થોડા મહિનાઓ પહેલા જ્યારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારથી આ મામલો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી.

2 કરોડ રૂપિયાની માગણી કરી

આ દરમિયાન ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો. જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી અને મેસેજ મોકલનારા વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માગણી કરી છે.

આ બાબતે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે, મેસેજમાં મોકલનારએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે. ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે પણ તરત જ આ મામલે તપાસ શરૂ કરી હતી.

સલમાનને ઘણી વખત ધમકીઓ મળી છે

સલમાન ખાનના નજીકના સાથી અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુપરસ્ટાર જ્યાં પણ જાય છે, હવે તે તેના કર્મચારીઓ સાથે જાય છે. સલમાન અને તેના પિતા સલીમ ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓ પણ ફેસબુક પોસ્ટ દ્વારા એક પછી એક ધમકીઓ અને હુમલાઓની જવાબદારી લેતા જોવા મળે છે. આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સલીમ ખાનના નિવેદન પર વિવાદ

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનના પિતા સલીમ ખાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેણે માફી કેમ માંગવી જોઈએ? સલમાને કંઈ ખોટું કર્યું નથી, તેથી તેને માફી માંગવાની કોઈ જરૂર નથી. તેણે એમ પણ કહ્યું કે સલમાને આજ સુધી એક પણ વંદો માર્યો નથી. જો કે સલીમ ખાને આપેલા નિવેદન પર બિશ્નોઈ સમુદાયના ઘણા લોકો ખૂબ નારાજ હતા. સલીમ ખાને આપેલા નિવેદનને લઈને ઘણો ડ્રામા જોવા મળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">