Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા અને રણવીરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ પર સેન્સર બોર્ડની કાતર, આ ડાયલોગ અને સીનમાં ફેરફાર કરાયો

ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' (rocky aur rani ki prem kahani) 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચાલી ગઈ છે, ત્યારબાદ ઘણા ડાયલોગ અને દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આલિયા અને રણવીરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પર સેન્સર બોર્ડની કાતર, આ ડાયલોગ અને સીનમાં ફેરફાર કરાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 4:42 PM

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પહેલા એક તરફ સ્ટાર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે. બીજી તરફ ફિલ્મ ‘રોકી ઔર રાનીની પ્રેમ કહાની’  (rocky aur rani ki prem kahani)પર સેન્સર બોર્ડની કાતર ચાલી ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC)એ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મને U/A પ્રમાણપત્ર પણ આપ્યું છે.

આ પણ વાંચો : Viral video: ‘મીડિયા મેરે મુંહ મેં ઘુસ ગઈ હૈ’, ઈબ્રાહિમ અલી ખાનનો આ વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ?

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

7 વર્ષ બાદ ડાયરેક્શનમાં કમબેક કરી રહેલા કરણ જૌહરની ફિલ્મથી ગીત સુધી તમામ હિટ સાબિત થયું છે. આ પહેલા કરણ જોહરે વર્ષ 2016માં આવેલા રણવીર કપુર અને અનુષ્કા શર્માની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું નિર્દેશન કર્યું હતુ. બોલિવુડના અનેક મોટા સ્ટાર શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટાર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં રિલીઝ પહેલા કેટલાક બદલાવ કરવામાં આવી ચૂક્યા છે.

ફિલ્મમાં ક્યાં ડાયલોગ અને સીનમાં બદલાવ કરાયો

બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં કેટલાક અપશબ્દોનો ઉપયયોગ કરવામાં આવ્યો છે. જેને હવે દુર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં બ્રા શબ્દને હવે આઈટમમાં બદલવામાં આવ્યો છે. તો પોપ્યુલર રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કના સ્થાને ફિલ્મમાં બોલ્ડ મોન્ક શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.

(actress Alia Bhatt : instagram)

ફિલ્મમાંથી દુર કરાયા આ ડાયલોગ

રિપોર્ટ મુજબ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જ્યાં સાંસદ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ડાયલોગ અને સીનને દુર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં મહિલાઓને અપમાનિક કરનાર સીન્સ અને ડાયલોગ પર પણ સેન્સર બોર્ડે કાતર ફેરવી નાંખી છે.

ફિલ્મને મળ્યું સર્ટિફિકેટ

ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીને ફાઈનલ 2 કલાક 48 મિનિટની સાથે સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપી દીધું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એ દિલ હૈ મુશ્કેલમાં 5 ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં અનુષ્કાશર્માનો કિસિંગ સીન સામેલ હતો.

દમદાર ટ્રેલર અને રોમેન્ટિક ગીતો સાંભળ્યા પછી ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જો કે આ દરમિયાન પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટનો પણ ખુબ જ સુંદર અંદાજ જોવા મળ્યો છે. તાજેતરમાં બ્લેક સાડીમાં સુંદરતા છવાઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">