Ritesh Deshmukh Family Tree : પિતા રહી ચૂક્યા છે CM ભાઈઓ પણ છે રાજકારણમાં સક્રિય, આવો છે બોલિવુડની સૌથી ક્યૂટ જોડીનો પરિવાર
અભિનેતા રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને તેની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝા દેશમુખને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ગમે છે.
Ritesh Deshmukh Family Tree : અભિનેતા રિતેશ દેશમુખનો જન્મ 17 ડિસેમ્બરે મહારાષ્ટ્રના લાતુરમાં થયો હતો. રિતેશ દેશમુખના બોલિવૂડ કરિયર વિશે બધા જાણે છે. પરંતુ શું કોઈને ખબર છે કે અભિનેતાના પિતા રાજકારણ સાથે સંકળાયેલા હતા. રિતેશના પિતાનું નામ વિલાસરાવ દગદોજીરાવ દેશમુખ હતું અને તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એક રાજકારણીનો પુત્ર હોવા છતાં, રીતેશે (Ritesh Deshmukh)અભિનેતા બનવાનું પસંદ કર્યું. પિતાનું નામ પણ રોશન કર્યું.
બંને ભાઈઓ પણ રાજકારણમાં સક્રિય
અભિનેતાને અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ નામના બે ભાઈઓ છે. તમને જણાવી દઈએ કે અભિનેતાના બંને ભાઈઓ પણ રાજકારણમાં છે.રિતેશ દેશમુખે જી.ડી. સોમાણી મેમોરિયલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને મુંબઈની કમલા રાહેજા કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી હતી. તેણે એક વર્ષ માટે વિદેશી આર્કિટેક્ચરલ ફર્મ સાથે ટ્રેનિંગ પણ લીધી હતી. ભારત પરત ફર્યા પછી તેણે ડિઝાઇન કરવાનું ચાલુ રાખ્યું.
રિતેશની કારકિર્દી
રિતેશના કરિયરની વાત કરીએ તો, અભિનેતાએ વર્ષ 2003માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી અભિનયની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મમાં તેની સાથે જેનેલિયા પણ લીડ રોલમાં હતી. આ પછી, અભિનેતાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાથી દરેકનું દિલ જીતી લીધું. રિતેશની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં હાઉસફુલ, એક વિલન, મરજાવાન, હાઉસફુલ 4, મસ્તી, તેરે નાલ લવ હો ગયા, હે બેબી, ડબલ ધમાલ અને માલામાલ વીકલીનો સમાવેશ થાય છે.
અભિનેતાની લવ સ્ટોરી દિલચસ્પ
રિતેશના અંગત જીવન વિશે વાત કરીએ તો, રિતેશ અને જેનેલિયા સંપૂર્ણપણે અલગ પારિવારિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે. રિતેશ દેશમુખનો પરિવાર ભારતીય રાજનીતિમાં એક અગ્રણી નામ છે. તેમના દિવંગત પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી હતા. જ્યારે જેનેલિયા ડિસોઝાના પરિવારે પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કર્યું હતું. માત્ર પારિવારિક બ્રેકગ્રાઉન્ડ જ નહીં, રિતેશ અને જેનેલિયાના ધાર્મિક વિચારો પણ સંપૂર્ણપણે અલગ હતા.
રિતેશ હિન્દુ છે અને જેનેલિયા ખ્રિસ્તી છે. તમને જણાવી દઈએ કે બંનેએ 3 ફેબ્રુઆરી 2012ના રોજ લગ્ન કર્યા હતા. રિતેશ અને જેનેલિયાએ હિંદુ અને ખ્રિસ્તી બંને ધર્મો અનુસાર લગ્ન કર્યા હતા. આ બંને લવ બર્ડને બે પુત્રો પણ છે. જેમના નામ રેયાન અને રાહિલ છે.