બ્રેકઅપના સમાચાર વચ્ચે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકસાથે મળ્યા જોવા, જુઓ Viral Video

બ્રેકઅપના સમાચાર વચ્ચે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) એક રેસ્ટોરન્ટમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકઅપના સમાચાર વચ્ચે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકસાથે મળ્યા જોવા, જુઓ Viral Video
Rashmika Mandanna - Vijay DeverakondaImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 6:22 PM

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ છે. ફેન્સ પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર બોલિવુડથી લઈને ટોલીવુડ સુધી ફેલાઈ ગયા હતા. પરંતુ આ વર્ષની શરૂઆતમાં તેમના બ્રેક-અપના સમાચારે ફેન્સને દિલ તોડી નાખ્યા હતા.

બંને સ્ટાર્સે તેમના કથિત સંબંધો અથવા બ્રેકઅપ વિશે ક્યારેય કોઈ નિવેદન જાહેર કર્યું નથી. બ્રેકઅપના સમાચાર વચ્ચે આ કપલ ફરી એકવાર સાથે સમય પસાર કરતું જોવા મળી રહ્યું છે. આ જોઈને ફેન્સને લાગે છે કે બંનેનું પેચ અપ થઈ ગયું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રશ્મિકા અને વિજય રેસ્ટોરન્ટમાં સાથે મળ્યા જોવા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એક રેસ્ટોરન્ટમાં તેમના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. રશ્મિકા અને વિજયને એકસાથે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. ફેન્સ એ જાણવા માટે આતુર છે કે બંને વચ્ચે પેચઅપ થયું છે કે નહીં.

(VC: viroshxoxo Instagram)

રશ્મિકા અને વિજયના બ્રેક-અપના સમાચાર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા તેના થોડા દિવસો પછી આ વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ પુષ્પા એક્ટ્રેસ વિજય દેવરકોંડાને પસંદ નથી કરતી પરંતુ તેલુગુ એક્ટર બેલમકોંડા સાઈ શ્રીનિવાસ અને બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તે દરમિયાન રશ્મિકા અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં બેલમકોંડાએ એક ઈન્ટરવ્યુમાં આ સમાચારોને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તે રશ્મિકાના સારા મિત્ર છે.

ઘણી વખત સાથે જોવા મળ્યા વિજય અને રશ્મિકા

આ પહેલીવાર નથી જ્યારે વિજય અને રશ્મિકા એકસાથે જોવા મળ્યા હોય. એકસાથે વેકેશન, એરપોર્ટ પર અને ડિનર ડેટ્સ પર ઘણીવાર સાથે જોવા મળ્યા છે. વિજય અને રશ્મિકાના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે. તેમ છતાં તેઓએ કહ્યું છે કે “તેઓ મિત્રો છે”. આ પહેલા પણ બંનેએ નવું વર્ષ 2023 એકસાથે સિલેબ્રેટ કર્યું હતું. તેઓએ સમાન સ્થળોએથી તેમના નવા વર્ષના સેલિબ્રેશનની તસવીરો શેર કરી. જે બાદ તેમના રિલેશનશિપમાં હોવાના સમાચારની વધુ ચર્ચા થઈ.

આ પણ વાંચો : Dharmendra Photo: આલિયા ભટ્ટે ધર્મેન્દ્રને યાદ અપાવ્યા તેમની જવાનીના દિવસો, સુપરસ્ટારે શેર કર્યો ફોટો

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના સંબંધોની ચર્ચા તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે શરૂ થઈ હતી. બંનેએ ‘ડિયર કોમરેડ’ અને ‘ગીતા ગોવિંદમ’ જેવી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું હતું. તેમની બોન્ડિંગ અને કેમેસ્ટ્રીથી દર્શકો ખૂબ જ ઈમ્પ્રેસ થયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">