છૂટાછેડાના 5 વર્ષ પછી રેપર બીજી વખત લગ્ન કરી રહ્યો છે, વિડિયો વાયરલ
કોમલ વોહરા સાથે છુટાછેડાના અંદાજે 5 વર્ષ બાદ રેપર રફતારના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

રેપર રફ્તારના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી પત્ની કોમલ વોહરા સાથે છુટાછેડાના 4 વર્ષ બાદ રફતાર ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. સોશિલ મીડિયા પર કથિત પ્રી વેડિંગ ફંક્શનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વેન્યુ સહિતની માહિતી પણ આપવામાં આવી છે. લગ્નને લઈ બંન્નેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી.
રેપર રફતારનું સાચું નામ દિલિન નાયર છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પ્રી વેડિંગ ફંક્શનનું હોય તેવું લાગી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, રેપર મનરાજ સાથે લગ્ન કરી રહ્યો છે. રફતારના ચાહકો સોશિયલ મીડિયા પર પ્રી વેડિંગ ફંક્શનના વીડિયો અને કાર્ડ પર શુભકામના આપી રહ્યા છે.
કોણ છે રફ્તારની દુલ્હન ?
રેપરના લગ્નના સમાચાર સાંભળતા ચાહકો શુભકામના આપી રહ્યા છે. રેપર રફતારે લગ્નને લઈ કોઈ પ્રતિક્રિયા આપી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, પહેલી પત્ની કોમલ સાથે તલાકના પાંચ વર્ષ બાદ રેપર રફતાર ફેશન સ્ટાઈલિશ મનરાજ જાવંદા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કલાકારે હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરી નથી.
Raftaar got married Congratulations ❤️ @raftaarmusic pic.twitter.com/fGxsZxJTI5
— Arpit Nair (@arpitnair07) January 29, 2025
લગ્નની અટકળો કેવી રીતે શરૂ થઈ?
એક કન્ટેન્ટ ક્રિએટરે સોશિયલ મીડિયા પર લગ્નની એન્ટ્રી પર સ્ટેન્ડીનો ફોટો શેર કર્યા પછી રેપરના લગ્ન વિશે અટકળો શરૂ થઈ. તેના પર લખ્યું છે, ‘દિલિન અને મનરાજના લગ્ન સમારંભમાં આપનું સ્વાગત છે’. આ ઉપરાંત, બીજા એક વીડિયોમાં, રફ્તાર અને મનરાજ તેમના પ્રી-વેડિંગ ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળે છે. રફ્તરે પોતે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. તેણે તેના પર હાથ જોડીને ઇમોજી પોસ્ટ કર્યા છે.
Congratulations to Raftaar Bhai for da second marriage pic.twitter.com/heY9JpHMy3
— Raghav (@r0ckst4rdh4nji) January 29, 2025
પહેલા લગ્ન છ વર્ષ ચાલ્યા
આ રેપરના પહેલા લગ્ન કોમલ વોહરા સાથે થયા હતા. બંનેના લગ્ન વર્ષ 2016 માં થયા હતા. જોકે, છ વર્ષ પછી 2022 માં તેમના છૂટાછેડા થઈ ગયા. લગ્ન પહેલા કોમલ અને રફ્તાર લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.