AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘાયલ સિંહની જેમ ત્રાટકવાની તૈયારીમાં.. જુઓ Video

રણવીર સિંહની મહત્વાકાંક્ષી ફિલ્મ "ધુરંધર" નો ડરામણો અને બરછટ ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આદિત્ય ધરેના દિગ્દર્શનમાં બનેલી આ જાસૂસી થ્રિલરમાં રણવીર ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા મોટા કલાકારો છે.

બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘાયલ સિંહની જેમ ત્રાટકવાની તૈયારીમાં.. જુઓ Video
| Updated on: Jul 26, 2025 | 6:37 PM
Share

ફ્લોપ ફિલ્મોના લાંબા સિલસિલા બાદ હવે રણવીર સિંહે બોલિવૂડમાં પોતાની વાપસીના ઢોળકા વગાડ્યા છે. પોતાના 40મા જન્મદિવસે એક્ટરે પોતાની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને ઈન્ડસ્ટ્રીના હરીફોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે હું વધુ તાકાતથી પરદે પાછો ફરી રહ્યો છું. પોતે ઘવાયો છે એટલે વધુ ખતરનાક છે. એવો ખુલ્લો ચેલેન્જ રણવીર તરફથી આવ્યો છે.

ડરામણું અને બરછટ અવતાર

ફિલ્મના ફર્સ્ટ લુકમાં રણવીર સિંહ એક શક્તિશાળી અને ડરામણા નાયક તરીકે જોવા મળે છે. તેની ઘાતક નજરો, કસાયેલી બોડી અને લાંબા વાળથી સ્પષ્ટ થાય છે કે એક્ટરે પોતાના પાત્રમાં જીવ ભરવા માટે શારીરિક રૂપાંતરમાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં રણવીરે જણાવ્યું કે, “એક મહાદુષ્ટ (નાયક)નો ઉદય થશે અને એ સાથે એક અજાણી સત્યકથાનો પડદો ઉંચકાશે.”

સ્ટાર કાસ્ટથી ભરપૂર ‘ધુરંધર’

‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધરે નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ એક જાસૂસી થ્રિલર છે, જે આવતા મહિને થિયેટરોમાં રિલીઝ થશે. રણવીર સિંહ સાથે આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા તાકતવર અભિનેતાઓ પણ ફિલ્મનો ભાગ બન્યા છે. ફિલ્મની લીડ હિરોઇન તરીકે સારા અર્જુન જોવા મળશે.

એક્શન અને સસ્પેન્સથી ભરપૂર

ફર્સ્ટ લુકમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી આધારિત છે, પરંતુ સ્ટોરીના અગત્યના પાસાઓ હજી જાહેર કરવામાં આવ્યા નથી. એક્શન થ્રિલર હોવાને કારણે પ્રોમોમાં લોહીની રેલમછેલ જોવા મળે છે. રણવીર ગન અને બોમ્બ સાથે શત્રુઓ પર તૂટી પડે છે, જ્યારે સંજય દત્ત અને અક્ષય ખન્ના હાથે હાથે લડી રહ્યા છે. માધવનનો સેમી બોલ્ડ લુક અને અર્જુન રામપાલનું ખંધુ હાસ્ય દર્શાવે છે કે કંઈક ઘાતક રમકડું ચાલુ છે.

રણવીર માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે?

ફિલ્મના ધમાકેદાર લુક અને મજબૂત સ્ટાર કાસ્ટ જોઈને એવી આશા રાખી શકાય કે ‘ધુરંધર’ રણવીર સિંહ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. લાંબા સમય બાદ પરદે રણવીરનો એવો અવતાર જોવા મળશે, જે તેણે પહેલાં ક્યારેય ન આપ્યો હોય. હવે જોવાનું એ છે કે શા માટે ઘવાયેલો રણવીર હવે ‘ધુરંધર’ બનીને સ્ક્રીન પર શું તોફાન લાવે છે…

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં આવી રહ્યા આ 7 નવા ચેહરા, કોઈ બન્યુ તુલસી મિહિરનો દીકરો, તો કોઈ દીકરો… જોવા માટે અહીં ક્લિક કરો..

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">