Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ

આ વીડિયો જોઈને કેટલાક લોકો અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan), સારા અલી ખાન અને ઈબ્રાહિમ પર ગુસ્સે થઈ ગયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા. ખરેખર, સૈફ અલી ખાન સારા અને ઇબ્રાહિમ સાથે લંચ પછી બહાર આવી રહ્યો હતો.

Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ
saif sara ibrahim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:10 AM

સૈફ અલી ખાનનો (Saif Ali Khan) એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. જેમાં તે તેના બે બાળકો સારા અલી ખાન (Sara Ali Khan) અને ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો. આ વીડિયો જોઈને કેટલાક લોકો એક્ટર પર ગુસ્સે થઈ ગયા અને તેને ટ્રોલ કરવા લાગ્યા. ખરેખર, સૈફ અલી ખાન સારા (Sara Ali Khan) અને ઇબ્રાહિમ સાથે લંચ પછી બહાર આવી રહ્યો હતો. આ દરમિયાન મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે પાપારાઝીઓએ તેને પકડી લીધો હતો. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો ત્યારે ત્રણેય ટ્રોલર્સના રડાર પર આવી ગયા. આ દરમિયાન સૈફ અલી ખાન અને સારા-ઈબ્રાહિમને અપશબ્દો બોલવા લાગ્યા કે, તેઓ પવિત્ર રમઝાન મહિનામાં પણ રોજા નથી કરી રહ્યા અને જમવા માટે બહાર આવ્યા છે.

સૈફ અલી ખાન અને બંને બાળકો થયા ટ્રોલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો માટે લોકો સૈફ અલી ખાનને ખરાબ રીતે બોલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો એવું કહેતા જોવા મળ્યા કે, ‘પોતાનું મુસ્લિમ નામ બદલો.’ એકે કહ્યું- ‘રોજા રાખો, તમે મુસ્લિમ નથી.’ કોઈએ કહ્યું- ‘તેમના નામ બદલવા જોઈએ.’ આ શું નામના મુસ્લિમ છે? જે રમઝાનમાં લંચ કરીને આવે છે? જો કે, આ દરમિયાન સારા, સૈફ અને ઈબ્રાહિમને ટ્રોલથી બચાવવા માટે કેટલાક યુઝર્સ કોમેન્ટ કરતા જોવા મળ્યા – ‘બહાર ખાવા જવું કે ઉપવાસ કરવો એ તેમની પસંદગી છે.’ તો કોઈએ લખ્યું- તમે કોણ છો, સૈફ અને તેના બાળકોને તમે કહેશો કે તેને શું કરવું અને શું નહી. એક યુઝરે લખ્યું- તમારા પોતાના જીવન પર ધ્યાન આપો અને બીજાના જીવન પર ધ્યાન આપીને કશું મળવાનું નથી.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

જુઓ આ વીડિયોઃ-

આ પહેલા પણ સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેમાં તેઓ કોલ્ડ ડ્રિંક અને શેક પીતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ભાઈ-બહેન એકબીજા સાથે ચેટ કરતા જોવા મળ્યા હતા.

સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા રાવના બાળકો છે. સૈફ-અમૃતાના અલગ થયા બાદ સારા અને ઈબ્રાહિમ તેમની માતા સાથે રહે છે. જ્યારે સૈફ અલી ખાન તેના નવા પરિવાર સાથે રહે છે. કરીના કપૂર ખાન સૈફની બીજી પત્ની છે. સૈફ અને કરીનાને બે બાળકો છે – તૈમુર અને જેહ.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે નાગરિકો રસ્તા પર ઉતર્યા, ગોટાબાયાના સમર્થકોમાં ભારે નારાજગી

આ પણ વાંચો:  Sara Ali Khan News: સારા અલી ખાનને લાગતુ હતુ કે તેની મમ્મી પોર્ન સાઇટ ચલાવે છે, જાણો કેમ થઇ આટલી મોટી ગેરસમજ

g clip-path="url(#clip0_868_265)">