AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan Daughter Name : રામ ચરણે રિવીલ કર્યું બેબી ગર્લનું નામ, મળી આ ખાસ ગિફ્ટ, જુઓ Video

રામ ચરણ (Ram Charan) અને ઉપાસનાની પુત્રી આ દુનિયામાં આવી છે ત્યારથી તેની દરેક જગ્યાએ ચર્ચાઓ છે. મેગા પ્રિન્સેસ મળવાથી ચિરંજીવી ખૂબ જ ખુશ છે. 30 જૂનના રોજ ઉપાસનાએ તેની પુત્રીના નામકરણ સેરેમનીનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેને કઈ ખાસ ભેટ મળી છે.

Ram Charan Daughter Name : રામ ચરણે રિવીલ કર્યું બેબી ગર્લનું નામ, મળી આ ખાસ ગિફ્ટ, જુઓ Video
Ram CharanImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 9:43 PM
Share

રામ ચરણ (Ram Charan) અને ઉપાસના કામિનેનીએ પુત્રીને નામ આપ્યું છે. શુક્રવારે નામકરણ સેરેમની બાદ તેણે પોસ્ટ શેર કરીને નામ પણ જાહેર કર્યું છે. હવે રામ ચરણ તેની નાની પરીને ‘ક્લિન કારા કોનિડેલા’ કહીને બોલાવશે. એક પોસ્ટ શેર કરીને તેણે પુત્રીનું નામ અને તેનો અર્થ જાહેર કર્યો છે. નામ ખૂબ જ સુંદર છે, તમને જણાવી દઈએ કે આ નામનો અર્થ શું છે.

રામ ચરણના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ નામ લલિતા સહસ્ત્રનમ પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ઊર્જાથી ભરપૂર એટલે કે ઊર્જાનું પ્રતીક. જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે.

(VC: Ramcharan Instagram)

નામ જાહેર થતાંની સાથે જ સેલેબ્સ અને ફેન્સ સુપરસ્ટાર કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બધાએ નામના વખાણ કર્યા. નામકરણની તસવીરોમાં આખો પરિવાર એક સાથે જોવા મળે છે.

(VC: Twitter)

ક્લિનને ગિફ્ટમાં મળ્યું સોનાનું પારણું

રામ ચરણની પુત્રી ક્લીનને એક ખાસ ભેટ મળી છે અને તે છે સોનાનું પારણું. ભેટ આપનાર બીજું કોઈ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી છે. રિપોર્ટ્સનું માનીએ તો અંબાણી પરિવાર દ્વારા રામ ચરણની પુત્રી માટે સોનાથી બનેલું પારણું મોકલવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 1 કરોડ હોવાનું કહેવાય છે. જો કે તે સાચું છે કે ખોટું, તે અત્યારે જાણી શકાયું નથી કારણ કે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : ભીડમાં અચાનક ગુસ્સે થઈ ગયો અનિલ કપૂર, લોકોએ કહેવું પડ્યું સોરી!, જુઓ Video

ખાસ રહ્યું છે એક વર્ષ

રામ ચરણ માટે છેલ્લું એક વર્ષ સૌથી ખાસ રહ્યું છે. તેની ફિલ્મ આરઆરઆર 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેમસ બનાવ્યો અને તે થોડા જ સમયમાં ગ્લોબલ સ્ટાર બની ગયા. આ પછી નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર મેળવવો એ એક મોટી ઉપલબ્ધિ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">