ભીડમાં અચાનક ગુસ્સે થઈ ગયો અનિલ કપૂર, લોકોએ કહેવું પડ્યું સોરી!, જુઓ Video
અનિલ કપૂરની (Anil Kapoor) લેટેસ્ટ વેબ સિરીઝ ગુરુવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. એક્ટર તેની લોન્ચિંગ પાર્ટીમાં પહોંચ્યો હતો, જ્યાં તે ગુસ્સે થઈ ગયો હતો. અનિલ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Mumbai: બોલિવુડ એક્ટર અનિલ કપૂર (Anil Kapoor) પોતાના ચાર્મથી ફેન્સના દિલ જીતી લે છે. 60 વર્ષની ઉંમરે પણ એક્ટર પોતાને ફિટ રાખે છે. અનિલ કપૂરની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવો મુશ્કેલ છે. હાલમાં જ એક્ટર અનિલ કપૂરની વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ની બીજી સીઝન રિલીઝ થઈ છે. આ સિઝનમાં એક્ટરનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. આ સિરીઝની લોન્ચ પાર્ટી હતી, જેમાં અનિલ કપૂરને ગુસ્સો આવી ગયો હતો.
અનિલ કપૂર થયો ગુસ્સે
વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર 2’ના સ્ક્રીનિંગમાં ઘણા એક્ટર્સ પહોંચ્યા હતા. શોની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી. આ દરમિયાન પાપારાઝીની સામે સ્ટાર્સ તસવીરો અને વીડિયો ક્લિક કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક્ટર અનિલ કપૂર ગુસ્સે થઈ જાય છે. અનિલ કપૂર પાછળ ઉભેલા બે લોકોને કહે છે કે તમે શું ઉભા રહ્યા છો, મારી મદદ કરો. આ પહેલા અનિલ કપૂર ધ નાઈટ મેનેજરની લીડ એક્ટ્રેસ શોભિતાને ભીડમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
View this post on Instagram
(VC: viralbhayani instagram)
બે લોકોએ માંગી માફી
અનિલ કપૂર ગુસ્સે થયા પછી, એક વ્યક્તિ પાછળથી આવે છે અને તેને સોરી કહે છે. તે કહે છે કે તે સમજી શક્યો નથી કે એક્ટરને મદદની જરૂર છે. ત્યારબાદ બધા ત્યાંથી આગળ વધે છે. હાલમાં અનિલ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા ફેન્સ કહી રહ્યા છે કે હંમેશા અનિલ કપૂર બિન્દાસ અને ઝક્કાસના મૂડમાં જોવા મળે છે, પહેલીવાર તે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. અનિલ કપૂરનો આવો કોઈ વીડિયો આ પહેલા લોકોને ભાગ્યે જ જોવા મળ્યો હશે.
આ પણ વાંચો : કેટરિના કૈફ અને વિકી કૌશલે ન્યૂયોર્કમાં કરી ખૂબ જ મસ્તી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને Video
દિશા પટની સાથે ક્લિક કરાવી તસવીરો
તમને જણાવી દઈએ કે આ લોન્ચ ઈવેન્ટમાં એક્ટ્રેસ દિશા પટની પણ પહોંચી હતી. દિશાએ આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર સાથે તસવીરો ક્લિક કરી. તમને જણાવી દઈએ કે વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર 2’ને લોકોનો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ લોકોનું કહેવું છે કે છેલ્લી સીઝનની સામે આ સીરિઝ ફિક્કી પડી ગઈ છે. પહેલી સિઝનમાં પણ વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર 2’માં આ જ સ્ટારકાસ્ટ જોવા મળી હતી. આદિત્ય રોય કપૂર, શોભિતા અને અનિલ કપૂર લીડ રોલમાં હતા.