કેટરીનાની આ વાતને લઈને વિક્કી કૌશલે ધનુષની ‘રાઉડી બેબી’ પર કર્યો ડાન્સ ફેન્સે આપ્યું કંઈક આવું રિએક્શન

તાજેતરમાં જ વિક્કી કૌશલે તેનો એક ડાન્સ વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. વીડિયોમાં વિક્કી સાઉથના સુપરસ્ટાર ધનુષના સુપરહિટ ગીત 'રાઉડી બેબી' પર ડાન્સ કરતો જોવા મળે છે.

કેટરીનાની આ વાતને લઈને વિક્કી કૌશલે ધનુષની 'રાઉડી બેબી' પર કર્યો ડાન્સ ફેન્સે આપ્યું કંઈક આવું રિએક્શન
Vicky-Katrina ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:34 PM

વિક્કી કૌશલ (Vichky Kaushal) આ દિવસોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર શેર કરેલી તેની તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કેટરિના કૈફ સાથે લગ્ન કરીને કેટલો ખુશ છે.  હાલમાં જ બંનેએ લગ્નની મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. વિક્કી કૌશલે તેનો એક ડાન્સ વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. વીડિયોમાં વિક્કી સાઉથના સુપરસ્ટાર ધનુષના સુપરહિટ ગીત ‘રાઉડી બેબી’ પર ડાન્સ કરતો જોવા મળે છે. વિક્કી કૌશલના ડાન્સમાં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે.

વિક્કી જે રીતે ડાન્સ કરી રહ્યો છે તેની મૂવ્સ જોઈને ફેન્સ કહી રહ્યા છે કે વિક્કી ખૂબ જ ખુશ છે કારણ કે તેને કેટરીના સાથે લગ્ન કર્યા છે. તો કોઈએ કહ્યું- લકી મેન વિક્કી. એક યુઝરે કહ્યું- જ્યારે ભાભીએ કહ્યું, સાંજે વહેલા ઘરે આવજો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેટરિના સાથે લગ્ન કર્યા બાદ વિક્કી કૌશલ આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ વિક્કી કૌશલ તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયો છે. વિક્કીએ આ વીડિયો સેટ પરથી ફેન્સ સાથે શેર કર્યો છે. આ દરમિયાન વિક્કીને થોડો ખાલી સમય મળ્યો હોય તેથી અભિનેતાએ તેની ક્રિએટીવીટી બતાવી છે. તો ફેન્સ વિક્કીના ડાન્સને કેટરિના સાથે જોડીને જોવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે આ પહેલા વિક્કી કૌશલે કેટરીના સાથે એક તસવીર શેર કરી હતી જે તેમના લગ્નના ફંક્શનની હતી. તસવીરમાં વિક્કી-કેટ એકસાથે ડાન્સ પોઝ આપતી જોવા મળે છે. તસવીરને કેપ્શન આપતાં વિક્કીએ લખ્યું- હંમેશા માટે સાથે. ક્રિસમસના અવસર પર પણ વિક્કીએ પત્ની કેટરિના સાથેનો એક ફોટો શેર કર્યો હતો .જેમાં તેણે તેના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તસવીરમાં વિકી કેટ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

વિક્કી કૌશલે કેટરીના સાથે શાહી લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે, વિક્કી અને કેટરિના કૈફના લગ્ન 9 ડિસેમ્બરના રોજ થયા હતા. દંપતીએ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે સાત ફેરા લીધા. વિક્કી કૌશલ અને કેટરીનાએ તેમના કેટલાક ખાસ મિત્રો અને પરિવારની હાજરીમાં ભવ્ય રીતે લગ્ન કર્યા. આ દરમિયાન વિક્કી અને કેટરીનાના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થઈ હતી. તો આ દરમિયાન સલમાન ખાનનું નામ પણ ટ્રેન્ડમાં આવવા લાગ્યું. સલમાન વિશે પણ ફની મીમ્સ શેર થવા લાગી. આ દરમિયાન કોઈએ સલમાનનો રડતો ફોટો શેર કર્યો તો કોઈ સલમાનને દુઃખી કહેતો જોવા મળ્યો.

આ પણ વાંચો : Vikram Vedha First Look: બર્થડે ના દિવસે હૃતિક રોશનના પાત્ર ‘વેધા’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

આ પણ વાંચો : Net Worth : બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન છે કરોડોની સંપતિના માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

g clip-path="url(#clip0_868_265)">