AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમે OTT પ્લેટફોર્મ પર આર માધવનની રોકેટ્રી: ધ નામ્બી ઇફેક્ટ જોઈ શકશો, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ' (Rocketry: The Nambi Effect) હવે OTT પ્લેટફોર્મ પર આવવાની છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ તેમના પ્લેટફોર્મ પર 26 જુલાઈના રોજ ઉપલબ્ધ થશે.

હવે તમે OTT પ્લેટફોર્મ પર આર માધવનની રોકેટ્રી: ધ નામ્બી ઇફેક્ટ જોઈ શકશો, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે
હવે તમે OTT પ્લેટફોર્મ પર આર માધવનની રોકેટ્રી: ધ નામ્બી ઇફેક્ટ જોઈ શકશોImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:35 PM
Share

Rocketry: The Nambi Effect OTT : સિનેમાધરોમાં ધમાલ મચાવ્યા બાદ Rocketry: The Nambi Effect હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 26 જુલાઈના રોજ એમેઝોન પ્રાઈઝ વીડિયોમાં રિલીઝ થશે, ફિલ્મ 1 જુલાઈના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડાયરેક્શન આર માધવન (R Madhvan) કર્યું છે. આ સિવાય તેમણે ફિલ્મને પ્રોડ્યુસ કરી અને લીડ રોલ પણ નિભાવ્યો છે. તેના આ ફિલ્મના ખુબ વખાણ થઈ રહ્યા છે, હવે આ ફિલ્મને એ લોકો પણ જોઈ શકશે જે મોટા પડદા પર જોઈ શક્યા નથી. એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) પર ફિલ્મ હજુ તમિલ , તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મ  હિન્દી અને અંગ્રેજીમાં ક્યારે આવશે તે અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી.

મિશન પુરુ થયું

ફિલ્મ ઓટીટી રિલીઝની જાહેરાત પહેલા આર માધવને 20 જુલાઈના રોજ ફિલ્મની સફળતાનો જશ્ન મનાવતા ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. તેમણે નાંબી નારાયણ અને તેના પરિવારની સાથે ફિલ્મનો જશ્ન મનાવ્યો હતો. તેમણે લખ્યું કે,જ્યારે સફળતા ખુશીમાં બદલે છે ત્યારે આખો પરિવાર એક સાથે જશ્ન મનાવે છે, આ ફોટો નો અર્થ એ લોકો જ સમજી શકશે જે નાંબી સરના પરિવારને જાણે છે, તેઓ જાણે છે કે, નાંબી સરનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થયો છે, મારા માટે ઈશ્વરનની કૃપાથી મિશન પુરું થયું છે

રોકેટ્રી નાંબી નારાયણની સ્ટોરી છે. તેના પર જાસુસીનો ખોટો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ તમામ આરોપોમાંથી બહાર નીકળતા 20 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. ફિલ્મમાં સુપર સ્ટાર શાહરુખ ખાન અને સૂર્યા પણ જોવા મળ્યા હતા.

સૌ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે

બોલીવુડ કલાકાર અનુપમ ખેરે પણ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે, તેમણે કહ્યું કે, ફિલ્મ જોઈ હું ખુબ રોયો, દુખી પણ હતો અને ગર્વ પણ મહેસુસ કરી રહ્યો હતો. માધવને ખુબ સુંદર ફિલ્મ બનાવી છે, તમે લોકો પણ ફિલ્મ જુઓ, આ ફિલ્મ મને પ્રેરિત કરી શકે છે તો આ ફિલ્મ આજની જનરેશનને પણ જરુર પ્રેરિત કરશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે, કુંદ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, વાસ્તવિક જીવનમાં નાંબી સરને મળી સન્માનિત અનુભવી રહી છું, થેક્યુ આર માધવન આ સ્ટોરી બનાવવા માટે, નિર્દેશિત કરવા અને તેને રજુ કરવા માટે, તમને ખુબ ખુબ અભિનંદન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">