તેઓ લિજેન્ડ સુપરસ્ટાર હતા – મહેશ બાબુના પિતાના નિધન પર PM મોદીનું ટ્વિટ, ઘણા સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના (Mahesh Babu) પિતા અને તેમના સમયના સુપરસ્ટાર કૃષ્ણાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઘણા સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો છે.

તેઓ લિજેન્ડ સુપરસ્ટાર હતા - મહેશ બાબુના પિતાના નિધન પર PM મોદીનું ટ્વિટ, ઘણા સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું
Narendra modi-Mahesh Babu father
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 5:49 PM

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાના નિધનથી સેલેબ્સ, ફેન્સ અને પરિવારના લોકો દુ:ખી છે. તેમને 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટર તેઓને બચાવી શકાયા ન હતા. સાઉથ સિનેમાના ઘણા સ્ટાર્સ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્ટર કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને લિજેન્ડ સુપરસ્ટાર ગણાવ્યા છે.

પીએમ મોદીએ કર્યું આ ટ્વિટ

વડાપ્રધાને મંગળવારે ટ્વીટ કર્યું, “કૃષ્ણા ગારુ એક લિજેંડરી સુપરસ્ટાર હતા, જેમણે પોતાના અભિનય અને પર્સનાલિટીથી લોકોના દિલ જીતી લીધા હતા. તેમની વિદાય સિનેમા અને મનોરંજનની દુનિયા માટે મોટી ખોટ છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના મહેશ બાબુ અને તેમના પરિવાર સાથે છે.” પીએમ મોદી સિવાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક

સુપરસ્ટાર કૃષ્ણાના નિધન પર દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા મોટા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. રજનીકાંતે ટ્વીટ કર્યું, “કૃષ્ણ ગારુનું નિધન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન છે. તેમની સાથે જે ત્રણ ફિલ્મો કામ કર્યું તેની યાદો હંમેશા તેની સાથે રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

કમલ હાસને ટ્વીટ કર્યું, “તેલુગુ સિનેમાના એક આઈકોન હવે નથી રહ્યા. તેમના મૃત્યુ સાથે એક યુગનો અંત આવ્યો. કાશ ! હું ભાઈ મહેશ બાબુના દુઃખને શેર કરી શકું, જેઓ તેમની માતા, ભાઈ અને પિતાના અવસાનથી ઈમોશનલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે. પ્રિય મહેશ ગારુને ખૂબ જ સંવેદના.”

પુષ્પા ફેમ અલ્લુ અર્જુને લખ્યું, “કૃષ્ણા ગારુના નિધનથી દિલ તૂટી ગયું છે. તેલુગુ સિનેમામાં તેમનું યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દરેક અર્થમાં એક સાચો સુપરસ્ટાર. તેમના પરિવાર, પ્રિયજનો અને ફેન્સ પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

g clip-path="url(#clip0_868_265)">