AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયે ફિલ્મો ફલોપ થતા પ્રોફેશન બદલવાનો હતો શાહરુખ ખાન? અભિનય છોડી આ વસ્તુની કરવા લાગ્યો હતો તૈયારી

Shah Rukh Khan Pathaan Press Conference: આજે પઠાણ ફિલ્મને લઈને કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન પણ હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે ફિલ્મો ફલોપ થતા પ્રોફેશન બદલવાની તૈયારીઓમાં હતો. ચાલો જાણીએ શાહરુખ ખાનના આખા નિવેદન વિશે.

એક સમયે ફિલ્મો ફલોપ થતા પ્રોફેશન બદલવાનો હતો શાહરુખ ખાન? અભિનય છોડી આ વસ્તુની કરવા લાગ્યો હતો તૈયારી
Shah Rukh Khan Pathaan Press ConferenceImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:37 PM
Share

એક સમયે બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની એક પછી એક ફિલ્મો ફલોપ જઈ રહી હતી. તે સમયે અભિનેતા શાહરુખ ખાન વિશે એવી પણ વાતો થઈ રહી હતી કે તેનું કરિયર હવે ખત્મ થઈ જશે અને તેની ફિલ્મો હવે નહીં ચાલે. તમને જાણીને નવાઈ લાગશે કે આવા સમયે શાહરુખ ખાને પ્રોફેશન બદલવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી હતી. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહરુખ ખાને આ વાત મીડિયા સાથે શેયર કરી હતી.

હાલમાં જ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદ થયા હતા. શાહરુખ ખાને પઠાણ ફિલ્મમી રિલીઝ પહેલા એ નિર્ણય કર્યો હતો કે તે ફિલ્મનું પ્રમોશન નહીં કરે પણ હવે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે. આ ખુશીના અવસર પર પઠાણ ફિલ્મને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ પોતાના અનુભવ શેયર કરતા જોવા મળ્યા હતા.

પ્રોફેશન બદલવાનું મન બનાવી બેઠો હતો શાહરુખ

શાહરુખ ખાને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના કરિયરને લઈને કેટલીક વાતો શેયર કરી હતી. તેણે જણાવ્યું કે જ્યારે તેની ફિલ્મ ફલોપ થઈ રહી હતી. ત્યારે તેણે પોતાનું પ્રોફેશન બદલવાનું મન બનાવી લીધું હતું. પોતાના કરિયર વિશે વાત કરતા તેણે જણાવ્યું કે જ્યારે લોકો કહ્યું કે મારી ફિલ્મો નથી ચાલી રહી ત્યારે મેં કુકિંગ શીખવાનું શરુ કર્યું. મેં વિચાર્યું હતું કે રેસ્ટોરન્ટ શરુ કરીશ. આ દરમિયાન મેં ઈટાલિયન ડિશ બનાવતા શીખી લીધી હતી.

પોતાનો કુકિંગ અનુભવ શેયર કરતા શાહરુખે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પણ પોતાના હાથથી ડિશ બનાવીને ખવડાવી હતી. તેણે મજાકના અંદાજમાં કહ્યું કે, તેણે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પિઝ્ઝાની લાંચ આપી હતી.

દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ રહ્યા હાજર

આજે મીડિયા માટે યોજાયેલી આ પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયા શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સહિત પઠાણ ફિલ્મના ઘણા લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓ એક પછી એક મીડિયાના સવાલોના જવાબ આપતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પઠાણ ફિલ્મના અનુભવો શેયર કરવાની સાથે એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.

શાહરુખ ખાનની ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ

ઝીરો (2018), જબ હેરી મેટ સેજલ (2017), ફેન (2016), બિલ્લુ (2009), પહેલી (2005), સ્વદેશ (2004), યે લમ્હે જુદાઈ કે (2004), શક્તિ-ધ પાવર (2002), અશોકા (2002), વન ટુ કા ફોર (2001), ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (2000), કોયલા (1997), અંગ્રેજી બાબુ દેશી મેમ (1996), ચાહત (1996), જમાના દીવાના (1995), ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા (1995), કિંગ અંકલ (1993), માયા મેમસાબ (1993)

(રિપોર્ટર- સોનાલી નાયક )

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">