AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parieenti Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા મિકા સિંહના ગીત પર ડાન્સ કરતા મળ્યા જોવા, જુઓ Viral Video

Parineeti Chopra Raghav Chadha Video: સગાઈમાં એકબીજા સાથે પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા ડાન્સ કરતા જોવા મળ્યા છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિકા સિંહ પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે.

Parieenti Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા મિકા સિંહના ગીત પર ડાન્સ કરતા મળ્યા જોવા, જુઓ Viral Video
Parineeti Chopra - Raghav Chadha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 10:07 PM
Share

Parineeti Chopra Raghav Chadha Video: લાંબા સમય સુધી લાઈમલાઈટ મેળવ્યા બાદ બોલિવુડની પોપ્યુલર એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ સગાઈ કરી લીધી. સગાઈ સેરેમની દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત કપૂરથલા હાઉસમાં થઈ હતી. હવે સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે.

સગાઈના થોડા સમય પછી રાઘવ અને પરિણીતી બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરી, જેના પર ફેન્સ અને સ્ટાર્સે ઘણો પ્રેમ વરસાવ્યો. તે પછી કેટલાક વીડિયો આવવા લાગ્યા, જેને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. એક વીડિયોમાં રાઘવ અને પરિણીતી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

રાઘવ અને પરિણીતીની સગાઈમાં પ્રખ્યાત સિંગર અને રેપર મીકા સિંહે પરફોર્મ કર્યું હતું. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે મીકા સિંહ ગીત ગાય છે અને નવા લવબર્ડ્સ રાઘવ અને પરિણીતી પણ તેની સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ બંને મીકા સિંહના પરફોર્મન્સ પર ડાન્સ કરતા જોવા મળે છે. બંનેની સ્ટાઈલ કમાલની છે.

રાઘવે પરિણીતીને કરી કિસ

આ પહેલા એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં રાઘવ અને પરિણીતી રોમેન્ટિક જોવા મળ્યા હતા. રાઘવ પણ પરિણીતીને કિસ કરતો જોવા મળ્યો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે અને લોકો આ કપલ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે અને બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી એવી સંભાવના હતી કે રાઘવ અને પરિણીતી જલ્દી સગાઈ કરશે. પરંતુ બંનેએ આ અંગે મૌન સેવ્યું હતું. બંનેને ઘણી વખત એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધો પર કંઈ કહ્યું નથી. ગઈકાલે રાત્રે બંનેએ એકબીજા સાથે સગાઈ કરી લીધી.

આ પણ વાંચો : મહેમાનોની સામે Raghav Chadhaએ Parineeti Chopraને કરી કિસ, વાયરલ થઈ રહ્યો છે Video

મહેમાનોમાં મોટી હસ્તીઓએ આપી હાજરી

રિપોર્ટ મુજબ બંનેની સગાઈમાં લગભગ 150 મહેમાનો આવ્યા હતા. પ્રિયંકા ચોપરા, મનીષ મલ્હોત્રા જેવી ઘણી મોટી હસ્તીઓ જોવા મળી હતી. રાજકીય જગતમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને પંજાબના સીએમ ભગવંત માન, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને અન્ય ઘણા મોટા લોકો જોવા મળ્યા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">