‘ઓટીટી પર અશ્લીલતાને બક્ષવામાં આવશે નહીં…’, અનુરાગ ઠાકુરે મેકર્સ-કન્ટેન્ટ સર્જકોને આપી ચેતવણી

|

Feb 10, 2024 | 10:28 AM

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, OTTની આડમાં અશ્લીલતા દેશમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવી રહી છે અને જે લોકો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. બક્ષવામાં આવશે નહીં. સરકારની નજર ચારે તરફ છે. કલાને અભિવ્યક્ત કરવાના અધિકારની આડમાં મજા આવે તેવું પીરસી ન શકાય.

ઓટીટી પર અશ્લીલતાને બક્ષવામાં આવશે નહીં..., અનુરાગ ઠાકુરે મેકર્સ-કન્ટેન્ટ સર્જકોને આપી ચેતવણી
Anurag Thakur warns webseries makers-content creators

Follow us on

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે OTTની આડમાં દેશમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે અશ્લીલતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે લોકો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને બક્ષવામાં આવશે નહીં. સરકારની નજર ચારે તરફ છે. કલાને અભિવ્યક્ત કરવાના અધિકારની આડમાં મજા આવે તેવું પીરસી ન શકાય.

ઠાકુરે કરી સ્પષ્ટતા

અનંત વિજય દ્વારા લખાયેલા પુસ્તક ‘ઓવર ધ ટોપ – ઓટીટી કા માયાજાલ’ ના વિમોચન માટેના એક સમારોહમાં બોલતા, ઠાકુરે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર નિર્માતાઓની સર્જનાત્મકતાના માર્ગમાં આવશે નહીં, પરંતુ જો રચનાત્મકતાના નામ પર કંઈપણ પીરસવામાં આવશે તો જીરો-ટોલરેન્સ પર કાયમ રહેશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તેમણે કહ્યું કે, OTT પ્લેટફોર્મની ટીકા કરવાને બદલે તેમને સાચા માર્ગ પર લાવવાના પ્રયાસો કરવા જોઈએ અને ભારતીય વાર્તાઓ, સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વના દર્શકો સુધી લઈ જવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.

OTT અને YouTube વિશે કરી આ વાત

ઠાકુરે જણાવ્યું હતું કે, OTT અને YouTube જેવા પ્લેટફોર્મે દેશના કન્ટેન્ટ ક્રિએટર માટે ભારતીય વાર્તાઓ, સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વના વિવિધ ખૂણે લઈ જવાની વિશાળ તક રજૂ કરી છે. મંત્રીએ કહ્યું, “તેની ટીકા કરવાને બદલે આપણે આવા પ્લેટફોર્મને સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.” ઠાકુરે કહ્યું કે OTT પ્લેટફોર્મને સામેલ કરવાની જરૂર છે. જેથી કરીને ભારતીય કન્ટેન્ટને સમગ્ર વિશ્વમાં લઈ જઈ શકાય.

ઠાકુરે કડક સ્વરમાં આપી ચેતવણી

ઠાકુરે કહ્યું, “સેલ્ફ-રેગ્યૂલેશનના નામે, જો તમે નગ્નતા, અભદ્ર ભાષાને પ્રદર્શિત કરો છો, તો અમે ભૂતકાળમાં કડક કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં પણ તે કરવામાં અચકાશું નહીં.” RSSના નેતા સુનીલ આંબેકરે પણ મનોરંજન ક્ષેત્રે સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાની અને આ ક્ષેત્રમાં એકાધિકારની રચના સામે રક્ષણ આપવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત આંબેકરે જણાવ્યું હતું કે, OTT પ્લેટફોર્મ્સે ભારતની વિવિધતાને પ્રદર્શિત કરવાના માર્ગો આપ્યા છે અને યુવાનો માટે તકો પણ ઊભી કરી છે. “આ પ્લેટફોર્મ્સે અમારા માટે સારી તક રજૂ કરી છે. આપણે તેનો દુરુપયોગ ન કરવો જોઈએ.

Next Article