AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિન ગડકરીએ The Kashmir Filesને બતાવ્યો ‘સાચો ઇતિહાસ’, અનુપમ ખેરે કહ્યું, ‘હવે વધુ ખોલવામાં આવશે ફાઇલો…’

The Kashmir Files: ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરનો હોલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નીતિન ગડકરી સ્થળ પર પહોંચતા જ હોલ "ભારત માતા કી જય" અને "જય શ્રી રામ" ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.

નીતિન ગડકરીએ The Kashmir Filesને બતાવ્યો 'સાચો ઇતિહાસ', અનુપમ ખેરે કહ્યું, 'હવે વધુ ખોલવામાં આવશે ફાઇલો...'
nitin gadkari and kashmir files team
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:19 AM
Share

જ્યારથી વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ છે ત્યારથી આ ફિલ્મને લઈને દેશમાં ચર્ચાનું વાતાવરણ છે. સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓએ આ ફિલ્મ (The Kashmir Files) વિશે પોતાના પ્રતિભાવો આપ્યા છે. દરમિયાન, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) મંગળવારે કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ઘાટીના સાચા ઇતિહાસને બહાર લાવ્યો છે અને આ ફિલ્મ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ફિલ્મના કલાકારો અનુપમ ખેર (Anupam Kher), પલ્લવી જોશી અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના સન્માન માટે આયોજિત કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

ગડકરીએ વિવેક અગ્નિહોત્રીનો માન્યો આભાર

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કલાકારો અને દિગ્દર્શકોને ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા’ (GKPD)ના સ્વામી પરમ આનંદ દ્વારા અને નીતિન ગડકરીની હાજરીમાં ‘લાઇફ ઇઝ સિંક વિથ યુનિવર્સલ લો’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતોનો ઈતિહાસ મહાન અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. ગડકરીએ કહ્યું, “એ સાચું છે કે કાશ્મીરી પંડિતોને હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને (ખીણમાંથી) બહાર જવાની ફરજ પાડવામાં આવી હતી. વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોની દુર્દશાને યોગ્ય રીતે દર્શાવી છે. ઈતિહાસની સમીક્ષા કરવા બદલ હું તેમનો આભાર માનું છું.”

તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતોનો વાસ્તવિક ઈતિહાસ લોકોને ખબર નથી અને “સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા”. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે-અગ્નિહોત્રીએ જે રીતે ફિલ્મનું નિર્દેશન કર્યું છે, તેણે સત્ય અને વાસ્તવિક વાર્તાને લોકો સમક્ષ રજૂ કરી છે. આ ફિલ્મ લાંબા સમય સુધી યાદ રહેશે. આ ફિલ્મ નવી પેઢીને કાશ્મીરી પંડિતોના ઈતિહાસથી પણ વાકેફ કરશે. આ માટે હું વિવેક અગ્નિહોત્રીનો આભાર માનું છું. ભાજપના પૂર્વ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, ધર્મનિરપેક્ષ લોકો ફિલ્મમાં રસ નથી લઈ રહ્યા.

લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાનો નાશ કરે છે કટ્ટરવાદ

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરનો હોલ લોકોથી ખીચોખીચ ભરેલો હતો, જેમાં મુખ્યત્વે કાશ્મીરી પંડિતો અને વિદેશમાંથી ઘણા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નીતિન ગડકરી સ્થળ પર પહોંચતા જ હોલ “ભારત માતા કી જય” અને “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. સભાને વધુ સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે, અગ્નિહોત્રી ફિલ્મ દ્વારા બતાવ્યું છે કે કટ્ટરવાદ- લોકશાહી અને ધર્મનિરપેક્ષતાને નષ્ટ કરે છે.

બીજેપીના વરિષ્ઠ નેતા ગડકરીએ કહ્યું કે, જો કોઈ દેશમાં 51 ટકાથી વધુ કટ્ટરપંથીઓ હોય તો તે દેશમાં લોકશાહી, સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા નહીં હોય. સહિષ્ણુતા આપણા દેશની વિશેષતા છે. રાષ્ટ્રવાદ આપણો આત્મા છે અને મને આનંદ છે કે કાશ્મીરનો વાસ્તવિક ઇતિહાસ ભારતમાં છે. ફિલ્મમાં કલાકારો અને દિગ્દર્શકો દ્વારા તેવો જ સમાન અભિગમ દર્શાવવામાં આવ્યો છે.

ઈન્દ્રેશ કુમારે ફિલ્મના ટ્રેલરને બતાવ્યું એક મોટું દર્દનાક સત્ય

નીતિન ગડકરી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને વીકે સિંહ અને આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેશ કુમારને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર ગડકરી સિવાય અન્ય કોઈએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. જ્યારે વરિષ્ઠ સંઘ નેતા ઈન્દ્રેશ કુમારે કાર્યક્રમ માટે પોતાનો વીડિયો સંદેશ મોકલ્યો હતો.

આયોજકોએ RSS નેતા ઈન્દ્રેશ કુમારનો રેકોર્ડ કરેલો વિડિયો સંદેશ વગાડ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક દર્દનાક સત્ય ઘટના છે. તેણે કહ્યું કે આ ખૂબ જ દર્દનાક સત્યનું ટ્રેલર છે. જે કોઈ આ હકીકતને નકારે છે તે માનવતા, હિન્દુત્વ અને બંધારણનો દુશ્મન છે. સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, જે નેતાઓએ ફિલ્મને ખોટી ગણાવી અને કહ્યું કે, તે હિંદુ અને મુસ્લિમ વચ્ચે નફરતને પ્રોત્સાહન આપે છે, તેમની વિચારસરણી સાંપ્રદાયિક છે અને વોટ બેંકથી પ્રભાવિત છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આશ્રયદાતાએ લોકોને અપીલ કરી કે, તેઓ ઘાટીમાં કાશ્મીરી હિંદુઓ અને શીખોની હત્યાના જઘન્ય કૃત્યોના ગુનેગારોની ટીકા કરે. તેમણે કહ્યું, “આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે ભવિષ્યમાં કાશ્મીરમાં આવી દર્દનાક ઘટનાઓ ક્યારેય ન બને. કાશ્મીર દેશનો અભિન્ન અંગ છે અને તે હંમેશા રહેશે.”

આગળ ઘણી બધી ફાઈલો ખુલશે….

આ પ્રસંગે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે, જેઓ ફિલ્મના મુખ્ય પાત્રોમાંના એક છે, તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતોની જે વાર્તાઓ અને દુર્દશા છુપાયેલી હતી તે હવે સામે આવી છે. અનુપમ ખેરે કહ્યું કે, આ એવી કેટલીક ફિલ્મોમાંની એક હતી જેમાં મેં દિલથી અભિનય કર્યો હતો. જે લોકો ફિલ્મની ટીકા કરે છે તેના પર હું ધ્યાન નથી આપી રહ્યો. મને લાગે છે કે કાશ્મીરીઓ માટે આ સરકારે અત્યાર સુધી જેટલું કામ કર્યું છે એટલું અન્ય કોઈ સરકારે કર્યું નથી. આ સરકારે કલમ 370 નાબૂદ કરી જે અન્ય કોઈએ કરી ન હતી. ખેરે વધુમાં કહ્યું કે, આ ફિલ્મ આશાવાદ પર આધારિત છે અને હવે ભવિષ્યમાં ઘણી બધી ફાઈલો ખુલશે, તમે હમણાં જ કાશ્મીરની ફાઈલો જોઈ હશે.

કેટલાક લોકો ફિલ્મ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, ફિલ્મ કોઈ પ્રચાર કરી રહી નથી અને કોઈની ટીકા કરી નથી. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય કોઈની ટીકા કરવાનો નહોતો. અમે પાકિસ્તાન શબ્દનો પણ ઉપયોગ કર્યો નથી. અમે મુસ્લિમોની ટીકા પણ કરી નથી. અમે લોકોના જૂથની દુર્દશાને ઉજાગર કરી છે. અગ્નિહોત્રીએ કહ્યું કે, આ ફિલ્મ કોઈ પ્રચાર નથી કરી રહી, હું પૂરી જવાબદારી સાથે કહી શકું છું. કેટલાક લોકો આ ફિલ્મ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

અમને ટીકાઓ મળી છે…

અભિનેત્રી પલ્લવી જોશીએ કહ્યું કે, અખબારોમાં કે અન્યત્ર કોઈ જાહેરાતો નથી અને ફિલ્મને પ્રચાર ન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે, અમે જાણતા હતા કે આ એક મુદ્દો હશે અને અમને ધમકીઓ મળશે. અમે જાણતા હતા કે, અમારે અનેક અવરોધો પાર કરવાના છે. અમને ટીકાઓ મળી છે, પરંતુ અમે તેને ખૂબ નજીકથી જોયા છે. અમે હવે તેનાથી ડરતા નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:ચોથા સપ્તાહમાં The Kashmir Files કલેકશનો ગ્રાફ ઘટ્યો, જાણો ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કરી કમાણી ?

આ પણ વાંચો: The Kashmir Files : ફિલ્મ રિલીઝ થયા બાદ અનુપમ ખેરના ઘરે પંડિતોની લાઈન લાગી, અભિનેતાએ જણાવ્યું કારણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">