ન્યૂયોર્ક સિટીના મેયરે અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સ્ટાઈલમાં આપ્યો પોઝ, ટ્વિટર પર થયા વખાણ
'પુષ્પાઃ ધ રાઈઝ'ને (Pushpa) રિલીઝ થવાને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી તેની સ્ટાઈલ દુનિયાભરના લોકો કરી રહ્યા છે. ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે શહેરમાં તેલુગુ સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં 'પુષ્પા' સ્ટાઈલમાં પોઝ આપ્યો હતો.
ફેન્સ પર ફિલ્મોની અસર જોવા મળે છે. રાજેશ ખન્નાએ જ્યારે ગરદન ઝુકાવી ત્યારે તે દેશના યુવાનોની સ્ટાઈલ બની ગઈ હતી, પછી જ્યારે અમિતાભ બચ્ચને બેલબોટમ પહેરીને લોકોના દિલ જીત્યા અને એંગ્રી યંગમેન બની ગયા ત્યારે આખો દેશ તેમના રંગમાં જોવા મળ્યો હતો. તેવી જ રીતે જ્યારે સલમાન ખાન રાધે બન્યો, ત્યારે દરેક યુવાનોની હેરસ્ટાઇલ તેના જેવી થઈ ગઈ. પરંતુ હવે સુપરસ્ટાર અલ્લુ અર્જુને (Allu Arjun) ‘પુષ્પા’માં (Pushpa) કંઈક એવું કર્યું છે કે તેની સ્ટાઈલ આખી દુનિયામાં જોવા મળી રહી છે. હવે ન્યૂયોર્ક સિટીના મેયરે ‘ઝુકેગા નહીં…’નો આઈકોનિક પોઝ આપ્યો છે. જે આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તેલુગુ સમુદાયના કાર્યક્રમમાં આપ્યો પોઝ
ગયા વર્ષે રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’ના જાદુએ આખી દુનિયામાં ફેલાયેલો છે. લોકો ‘પુષ્પાઃ ધ રૂલ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ન્યુયોર્ક સિટીના મેયરે ફિલ્મમાં એક્ટર દ્વારા કરવામાં આવેલ હૂક સ્ટેપની કોપી કરી છે. જે બાદ આ પોઝ ફરી ચર્ચામાં છે. ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે શહેરમાં તેલુગુ સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મેયર પુષ્પા સ્ટાઈલમાં ઝુકેગા નહીંનો પોઝ આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં મેયરે લોકો સાથે વાતચીત પણ કરી હતી અને તેમની સાથે બટુકમ્માનો તહેવાર પણ ઉજવ્યો હતો.
Thank you @NYCMayor for Showing Your Love towards Our Indian Film #Pushpa ❤️ !
Special Thanks and Congratulations to our @anusuyakhasba gaaru and #mangli for making the event grand Successful
Video By : @NYCMayorsOffice@alluarjun • #Anasuya • #AlluArjun • @PushpaMovie pic.twitter.com/3kAX1eRnma
— PushpaTheRule ⭐ (@uicaptures) October 10, 2022
ટ્વિટર પર થયા વખાણ
એક ફેને ટ્વિટર પર આ ખાસ પળની ક્લિપ શેયર કરી છે. જેમાં મેયર અન્ય બે મહેમાનોની સાથે અલ્લુ અર્જુનના આઇકોનિક પોઝ એટલે કે તેના જેમ હાથનો ઈશારો રાખતા જોવા મળ્યા હતા. આના જવાબમાં એક ફેન્સે લખ્યું, “અમારી ભારતીય ફિલ્મ માટે તમારો પ્રેમ દર્શાવવા બદલ ન્યૂયોર્ક સિટીના મેયરનો આભાર.”
તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશભરમાં 5 ભાષાઓમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મોટા પડદા પર મોટી સફળતા મળી હતી. કોરોના મહામારી પછી આ પહેલી મોટી ફિલ્મ સામે આવી હતી. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ જોવા મળ્યા હતા. હવે ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેનું ટાઈટલ ‘પુષ્પાઃ ધ રૂલ’ છે.