AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છૂટાછેડાના સમાચાર વચ્ચે આલિયા સિદ્દીકીએ Nawazuddin Siddiquiના ગીત પર ડાન્સ કર્યો, આપ્યું સ્પેશિયલ કેપ્શન

Aaliya Siddiqui : નવાઝુદ્દીન સિદ્દીકીની છૂટા પડી ગયેલી પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતાના નવા ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આલિયાએ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

છૂટાછેડાના સમાચાર વચ્ચે આલિયા સિદ્દીકીએ Nawazuddin Siddiquiના ગીત પર ડાન્સ કર્યો, આપ્યું સ્પેશિયલ કેપ્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 3:21 PM
Share

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા લાંબા સમયથી તેમની કાનૂની લડાઈને કારણે ચર્ચામાં છે. ત્યારે આલિયા બિગ બોસ ઓટીટી 2 માં સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી પરંતુ ટૂંક સમયમાં જ તેને શોમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી. બીજી તરફ બિગ બોસના ઘરમાંથી આવ્યા બાદ આલિયાએ એક ઈન્ટરવ્યુમાં નવાઝ સાથે વિતાવેલી સુંદર પળોને યાદ કરી હતી.

આલિયાએ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે અભિનેતાના લેટેસ્ટ ગીત “યાર કા સતાયા હુઆ હૈ” પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Ranveer Singh Birthday : રણવીર સિંહે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કર્યો પ્રવેશ, જાણો કેવી રીતે બન્યો તે બોલિવૂડનો સુપરસ્ટાર

આલિયાએ નવાઝના ગીત પર ઠુમકા લગાવ્યા

નવાઝુદ્દીન સિદ્દીકીનું લેટેસ્ટ ગીત ખુબ ઈમોશનલ છે. વીડિયોમાં નવાઝ સાથે શહનાઝ ગિલ પણ જોવા મળી રહી છે. બીજી તરફ, અભિનેતાથી અલગ રહેતી પત્ની નવાઝના આ લેટેસ્ટ ગીત પર બ્લેક ડ્રેસ પહેરીને સુંદર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા આલિયાએ લખ્યું, આ નવાઝને તેના સુંદર ગીત માટે ટોકન ઓફ લવ છે

(source : Aaliya Siddiqui insta)

આલિયા એક ઈટાલિયન પુરુષને ડેટ કરી રહી છે

આલિયાએ શોમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તેને ફરીથી પ્રેમ મળ્યો છે અને તે એક ઇટાલિયન પુરુષને ડેટ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે તે તેનો મિત્ર હતો જેણે તેના માટે સારી ભૂમિકા ભજવી હતી. તેના બોયફ્રેન્ડ વિશે વધુ જણાવતાં તેણે સાયરસને કહ્યું, ‘ તેણે કહ્યું કે તેને મારી આંખો પસંદ છે અને પછી અમે વાત કરવાનું શરૂ કર્યું. તે સોફ્ટવેર એન્જિનિયર છે.

આલિયા ‘બિગ બોસ ઓટીટી 2’માં જોવા મળી હતી

આલિયા સિદ્દીકીને હાલમાં જ ‘બિગ બોસ OTT 2’માંથી બહાર કરવામાં આવી છે. આ શોમાં અનેક વખત તેણે નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના સંબંધો વિશે વાત કરી, જેના માટે તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">