નવાઝુદ્દીન સિદ્દીકી નથી ઉઠાવી રહ્યો બાળકોનો ખર્ચ, પત્ની આલિયાના વકીલે કર્યા આક્ષેપો

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 5:14 PM

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચેની કોન્ટ્રોવર્સી પૂરી થવાની નામ નથી લઈ રહી નથી. થોડા સમય પહેલા આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરી એકવાર આલિયાએ નવાઝ અને તેની માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

નવાઝુદ્દીન સિદ્દીકી નથી ઉઠાવી રહ્યો બાળકોનો ખર્ચ, પત્ની આલિયાના વકીલે કર્યા આક્ષેપો
Nawazuddin Siddiqui - Aaliya Siddiqui
Image Credit source: Social Media

Follow us on

આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી વકીલ રિઝવાન સિદ્દીકીએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે સંબંધિત એક વીડિયો શેયર કર્યો છે. જ્યાં વકીલ નવાઝના ઘરની બહાર ઉભા હતા અને બોડીગાર્ડ તેમને અંદર જવા દેતા ન હતા. આખરે તે વીડિયો કયો છે અને મામલો શું છે, આ વિશે વકીલે એક મીડિયા રિપોર્ટમાં વાત કરી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાના ઝઘડાનું આ છે કારણ

આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીના જણાવ્યા મુજબ આલિયા સિદ્દીકી 22 જાન્યુઆરીએ નવાઝને મળવા તેના વર્સોવા સ્થિત ઘરે ગઈ હતી. તેને કેટલાક પારિવારિક મુદ્દાઓ પર ડિસ્કશન કરવાનું હતું. વકીલે કહ્યું, જે રીતે મીડિયામાં પ્રોપર્ટી અંગેના સમાચાર આવી રહ્યા છે, તે બિલકુલ સત્ય નથી. બંને વચ્ચેનો ઈશ્યૂ તેમની પુત્રી (ઝોહરા) છે. આ બાળકનો મામલો હોવાથી તેમને આ ઈશ્યૂ વિશે જાહેરમાં વાત ના કરી.

વધુમાં વકીલે કહ્યું કે, જ્યારે આલિયા નવાઝના ઘરે પહોંચી ત્યારે તે ઘરે ન હતો. તે તેની પત્નીને પણ મળતો ન હતો. એટલું જ નહીં તેને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અત્યારે આલિયા તેના પતિના ઘરે જ રહે છે. તે રાહ જોઈ રહી છે કે જ્યારે પણ નવાઝ શૂટમાંથી પાછો આવશે ત્યારે તે તેની સાથે વાત કરશે.

દુબઈથી મુંબઈ કેમ આવી આલિયા?

આલિયા લગભગ બે વર્ષથી તેના બાળકો સાથે દુબઈમાં રહે છે. ત્યાં જ બાળકોનું શિક્ષણ પણ ચાલી રહ્યું છે. આલિયાનો દુબઈમાં રહેવાનો નિર્ણય પણ નવાઝનો છે. જ્યારે તે પોતાની પુત્રીના કારણે મુંબઈ આવી હતી ત્યારે નવાઝની માતાએ આલિયા પર ટ્રેસપાસનો કેસ ફાઈલ કર્યો હતો. હેરાનની વાત એ છે કે થોડા જ કલાકોમાં આ કેસ થયો અને 41A નોટિસ પણ જાહેર કરવામાં આવી. હવે પોલીસ તેમને ઘરમાંથી બહાર કાઢવાના પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. પતિ કોઈપણ કાયદા હેઠળ તેની પત્ની પર ટ્રેસપાસનો કેસ કરી શકે નહીં. જો 41A ની કોઈપણ નોટિસ આવે છે, તો તે પ્રોસેસ હેઠળ લાગુ કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટે તેમને 157 અને 158 હેઠળ સેવા આપવી પડશે. આ પ્રોસિઝરને ફોલો કરવાના થોડા જ કલાકોમાં પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરી અને આલિયાને પ્રી-એરેસ્ટ નોટિસ મોકલી. એટલું જ નહીં, એરેસ્ટ કરવાની ધમકી પણ આપી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ પુત્રવધૂ પર ગંભીર લગાવ્યા આરોપ

પોલીસકર્મીઓ રાત્રે 2 વાગ્યાથી ઘરમાં હાજર હતા. આ દરમિયાન આલિયાની સાસુ તેને વારંવાર કહી રહી છે કે તું નવાઝની પત્ની નથી, આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી, તમારા ડિવોર્સ થઈ ગયા છે અને બીજું બાળક ગેરકાયદેસર છે. આ રીતે એક મહિલા પર તેના ગેરકાયદેસર સંબંધનો આરોપ લગાવવા પર 509 ઈન્સલ્ટ ટૂ મોડેસ્ટીનો કેસ કરવામાં આવ્યો છે. હેરાનની વાત એ છે કે આ બધું પોલીસની સામે થઈ રહ્યું હતું. પોલીસે આલિયાનો કેસ ન લીધો અને સાસુનો કેસ લીધો. આલિયાએ મને ત્યાંથી ફોન કર્યો. મેં રાતોરાત 509 અને ડોમેસ્ટિક વાયલેન્સનો કેસ અંધેરી કોર્ટમાં દાખલ કર્યો છે. તેઓ 7મી તારીખે અંધેરીમાં હાજર થવાના છે. આ સિવાય 490 હેઠળ અન્ડર ક્રુએલિટીનો કેસ પણ નોંધાયેલ છે. કોર્ટમાં નોટિસ જાહેર કરવામાં આવી છે. નવાઝની માતા આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી રહી નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે વકીલ આલિયાની સહી લેવા નવાઝના ઘરે પહોંચ્યો તો બોડીગાર્ડ તેમને ત્યાં અંદર જવા ન દીધો.

આલિયા પર નવાઝનો પરિવાર કરી રહ્યો છે અત્યાચાર

વકીલ આગળ કહે છે કે, તે ઘરની અંદર છે. મુંબઈમાં નવાઝના ઘર સિવાય તેમનો કોઈ આશરો નથી. તેમને ઘરે ભોજન આપવામાં આવતું નથી. ટોઈલેટની પણ સમસ્યા છે. છેલ્લા 10 દિવસથી તે એક નાના રૂમમાં કેદ છે. ત્યાં માત્ર ટોયલેટ અને હેન્ડ શાવર છે. તે ત્યાં સ્નાન કરી રહી છે અને બાળકો પણ તેની સાથે તે જ હાલતમાં છે. તેમને શરૂઆતમાં ચાર-પાંચ દિવસ ખાવાનું મળ્યું ન હતું. જ્યારે બાળકો 27મીએ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને ઘરનું ભોજન મળ્યું હતું. આટલા દિવસોથી તે તેના મિત્રો દ્વારા બહારથી ખાવાનું મંગાવી રહી હતી. તેને પણ બોડીગાર્ડે ના પાડી હતી. તે બે દિવસથી ભૂખી સૂઈ રહી છે. જ્યારે આ વાતો મીડિયામાં આવવા લાગી ત્યારે નવાઝની માતાએ બાળકો માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું.

બાળકોનો ખર્ચ પણ નથી ઉઠાવી રહ્યો નવાઝ

વધુમાં રિઝવાન કહે છે કે બાળકો દુબઈમાં રહે છે. દુબઈમાં એક નોકર રાખવામાં આવ્યો છે. ત્યાં તેને બાળકોના કેરટેકર તરીકે રાખવામાં આવ્યો હતો, તે તેમને દુબઈથી લઈને આવ્યો છે. નવાઝના કહેવા પર આલિયા દુબઈમાં હતી. નવાઝ ત્યાં પૈસા મોકલતો હતો. પરંતુ કેટલાક સમયથી નવાઝે પૈસા મોકલવાનું બંધ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં, ફાઈનાન્સિયલ સપોર્ટ વિના આલિયા ત્યાં કેવી રીતે રહેશે. આલિયા મુંબઈમાં નવાઝના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદા’ ને આંચકો ! આજે યુટ્યુબ પર અલા વૈકુંઠપુરમુલૂનનું હિન્દી વર્ઝન રિલીઝ કરશે?

નવાઝને પત્નીએ મોકલી નોટિસ

ફાઈનાન્સિયલ સપોર્ટ એ એક નાની વાત છે. આખો મામલો પુત્રી ઝોહરાનો છે. ઝોહરા 13 વર્ષની છે. નવાઝે પિતાની ફરજ નિભાવવી જોઈતી હતી. તેને અજાણ્યાઓ વચ્ચે ન રાખવો જોઈએ. તેઓ તેની સંપૂર્ણ અવગણના કરે છે અને નવાઝ તેની પુત્રીને કોઈપણ વ્યક્તિ સાથે મોકલે છે. નવાઝ તેની પુત્રીને તેના મેઈલ મેનેજર સાથે મુસાફરી કરવા મોકલે છે, તે ક્યાં યોગ્ય છે. આલિયાએ આ વિશે નોટિસ પણ મોકલી છે. આ વિશે આલિયા નવાઝ સાથે વાત કરવા ગઈ હતી. તે દીકરીનો જીવ કેવી રીતે જોખમમાં મૂકી શકે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati