કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદા’ ને આંચકો ! આજે યુટ્યુબ પર અલા વૈકુંઠપુરમુલૂનનું હિન્દી વર્ઝન રિલીઝ કરશે?

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 2:15 PM

શહેઝાદા એ અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ અલા વૈકંઠપુરમુલૂનની હિન્દી રિમેક છે. હવે સમસ્યા એ છે કે ,2 ફેબ્રુઆરીએ યુટ્યુબ પર અલા વૈકંઠપુરમુલૂનું હિન્દી વર્ઝન રિલીઝ થઈ રહ્યું છે.

Follow us

બોલિવૂડના અભિનેતા કાર્તિક આર્યનની મજબૂત ચાહકો છે અને ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. કાર્તિક આર્યનની આવનારી ફિલ્મનું નામ છે શહેઝાદા, જેની મુસીબતો વધી રહી છે. શહેઝાદા એ અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ અલા વૈકુંઠપુરમુલૂનની હિન્દી રિમેક છે. હવે સમસ્યા એ છે કે, 2 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબ પર અલા વૈકંઠપુરમુલૂ હિન્દી વર્ઝન રિલીઝ થઈ રહ્યું છે, જેનો અર્થ છે કે કોઈપણ વ્યક્તિ ફિલ્મને મફતમાં જોઈ શકે છે.

આલા વૈકંઠપુરમૂલ આજે YouTube પર રિલીઝ થશે!

અલા વૈકંઠપુરમૂલ હિન્દી વર્ઝન 2 ફેબ્રુઆરીએ રિલીઝ થવાનું હતું, પરંતુ આ સમાચાર લખ્યા ત્યાં સુધી બન્યું નથી. ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સની મનીષા શાહે શહેઝાદાની રિલીઝ પહેલાં જ અલા વૈકંઠપુરમુલૂનું હિન્દી વર્ઝન યુટ્યુબ પર ફ્રીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે તેને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે E-Times ને કહ્યું, ‘જો મેં ફિલ્મ ખરીદી છે, તો અન્ય કોઈ મારા માટે કેમ નક્કી કરે? હું આ વિશે જાણતો નથી અને હું ફક્ત વ્યવસાય સમજું છું.

આલા વૈકંઠપુરમલ માટે ભારે કિંમત ચૂકવી

મનીષ શાહે વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં આલા વૈકંઠપુરમૂલના રાઈટસની ભારે કિંમત ચૂકવી છે. હું છેલ્લા એક વર્ષથી ટીવી પર ફિલ્મનું પ્રીમિયર કરવાનું વિચારી રહ્યો હતો. આવી સ્થિતિમાં, અમે નક્કી કર્યું હતું કે એક વર્ષ પછી અમે આ ફિલ્મને યુટ્યુબ પર મૂકીશું અને હવે તેને એક વર્ષ પૂર્ણ થયું છે. તેથી અમે ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરી રહ્યાં છીએ. એક વર્ષનો સમય લેવાનો અમારો નિર્ણય હતો.

શહેઝાદાને નુકસાન થશે!

જ્યારે પૂછવામાં આવ્યું કે શું YouTube પર અલા વૈકંઠપુરમૂલનું હિન્દી વર્ઝન રિલીઝ થવાથી કાર્તિક આર્યન-ક્રિતી સેનન સ્ટારર શહેઝાદાની બોક્સ ઓફિસ પર અસર થશે, તો મનીષે કહ્યું, “શહેઝાદાના બિઝનેસને કેમ અસર થશે?” તે હિન્દી ફિલ્મ છે અને આ સાઉથની ફિલ્મ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પહેલેથી જ છે અને લોકોએ તેને નેટફ્લિક્સ પર જોઈ છે. તે 2022 માં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ હતી.

શહેઝાદાની રિલીઝ ડેટ લંબાવવામાં આવી

જ્યારે મનીષને પૂછવામાં આવ્યું કે, શું તેને શહેઝાદાના મેકર્સ તરફથી કોઈ કોલ આવ્યો છે? આના પર તેણે કહ્યું, ‘મને શહેઝાદાના મેકર્સ તરફથી કોઈ ફોન આવ્યો નથી.મહત્વની વાત એ છે કે, શહેઝાદા પહેલા 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પઠાણના કારણે મેકર્સે ફિલ્મની રિલીઝને લંબાવી છે.

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati