બોલીવુડના દરેક સ્ટાર્સને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે આ અભિનેતાની ફી જાણીને ચોંકી જશો તમે

એક ફિલ્મ માટે મોટી ફી લેવામાં બોલીવુડના શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર જ નહીં પરંતુ થાલાઈવા રજનીકાંતને પણ પાછળ છોડી દીધા છે સુપરસ્ટાર વિજયે.

બોલીવુડના દરેક સ્ટાર્સને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે આ અભિનેતાની ફી જાણીને ચોંકી જશો તમે
બોલીવુડના સ્ટાર્સને પાછળ છોડ્યા આ સાઉથ સ્ટારે

સાઉથ ફિલ્મ સ્ટારની બોલબાલા એટલી છે કે બોલીવુડના સ્ટાર્સને પણ તેમની પાછળ રહે છે. અહેવાલ સામે આવ્યા છે કે સાઉથના આ સુપર સ્ટારે ફિલ્મની ફીમાં બોલીવુડના શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર જ નહીં પરંતુ થાલાઈવા રજનીકાંતને પણ પાછળ છોડી દીધા છે. જી હા આ સ્ટારનું નામ છે સુપરસ્ટાર વિજય (Actor Vijay).

સુપરસ્ટાર વિજયે લીધી આટલી ફી

વિજયને તમે સાઉથની ફિલ્મ માસ્ટરમાં જોયો જ હશે. હાલમાં તમિલ ઇન્ડસ્ટ્રીથી અહેવાલ આવ્યા છે કે વિજય સાઉથના સૌથી વધુ ફી લેનારા અભિનેતા બની ગયા છે. વિજયે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ માટે તગડી ફી લીધાના અહેવાલ છે. વિજય ડાયરેક્ટર વામસી પૈદિપલ્લીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આવામાં અહેવાલ અનુસાર ‘થલપથી 65’ ફિલ્મ માટે સન પિકચર્સે વિજયને 100 કરોડ રૂપિયા આપ્યા છે.

રજનીકાંતને પણ છોડ્યા પાછળ

આ પહેલા મેગાસ્ટાર રજનીકાંત સૌથી વધુ ફી મેળવનાર સ્ટાર હતા. રજનીકાંતે અગાઉ ‘દરબાર’ માટે 90 કરોડ ચાર્જ કર્યા હતા, જ્યારે વિજયે 100 કરોડ ચાર્જ કરવાનું જાણવા મળ્યું છે.

બોલીવુડને પણ છોડ્યું પાછળ

અહેવાલો અનુસાર વર્ષ 2021 ની વાત કરીએ તો શાહરુખ ખાને તેની ફિલ્મ માટે 100 કરોડ ચાર્જ કર્યા છે. આ ફિલ્મનું નામ છે પઠાન. અન્ય અભિનેતાઓ કરતા શાહરુખનો આ આંકડો વધુ માનવામાં આવે છે. જ્યારે સલમાન ખાનની ફી 60-70 કરોડ, આમીર ખાનની ફી 50-60 કરોડ, તેમજ અક્ષય કુમારની ફી 50 કરોડ હોવાના અહેવાલ છે. એવામાં સુપરસ્ટાર વિજયની ફીનો આંકડો આશ્ચર્યજનક છે.

એડવાન્સ અપાયા 50 કરોડ

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સન પિક્ચર્સે અભિનેતા વિજયને 50 ટકા એટલે કે 50 કરોડ ફી એડવાન્સમાં આપી છે. જોકે અભિનેતાની 100 કરોડ ફીની પુષ્ટિ સત્તાવાર રીતે નથી થઇ. કહેવામાં આવી રહ્યું છે કે વિજયની ફિલ્મની જાહેરાત 22 જૂને વિજયના જન્મદિવસ પર થઈ શકે છે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર! આટલા લાખ લોકો અને બાળકો થઇ શકે છે સંક્રમિત

આ પણ વાંચો: લોકપ્રિયતામાં PM મોદી ટોપ પર, ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં બાઈડન-જોનસન કરતા પણ આગળ, જાણો રિપોર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati