મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર! આટલા લાખ લોકો અને બાળકો થઇ શકે છે સંક્રમિત

ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો સામે આવ્યાની વચ્ચે મહારાષ્ટ્રમાં હવે ત્રીજી લહેરની શક્યતાને લઈને તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શક્યતા જણાવવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં બેથી ચાર અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર! આટલા લાખ લોકો અને બાળકો થઇ શકે છે સંક્રમિત
પ્રતિકાત્મક તસ્વીર

કોરોનાનો પ્રકોપ હજુ ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશભરમાં આતંક ફેલાવી દીધો હતો. સરકારો ધીમે ધીમે છૂટ આપી રહી છે અને લોકો માંડ હજુ કોરોનાના ડરથી બહાર નીકળી રહ્યા છે. આવામાં મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને મોટી આશંકા જતાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં બેથી ચાર અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

કોરોના સામે લડવાની તૈયારી માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં સ્થાપિત ટાસ્ક ફોર્સ સાથે બેઠક મળી હતી. આ મીટિંગમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો બહાર આવી છે. સ્ટેટ ટાસ્ક ફોર્સે ચેતવણી આપી છે કે બેથી ચાર અઠવાડિયામાં રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ટાસ્ક ફોર્સે એમ પણ કહ્યું છે કે આ લહેરથી 10 ટકા બાળકો પર અસર પડી શકે છે.

અહેવાલ અનુસાર આ મિટિંગમાં સામે આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં કેસોની કુલ સંખ્યા બીજી લહેરમાં સામે આવેલા કેસ કરતા ડબલ હશે. મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 8-10 લાખ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં ચિંતાજનક બાબત બાળકોને લઈને સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓમાં બાળકોની સંખ્યા કુલ સંખ્યાના 10% હશે. જો અહેવાલીય આંકડા પ્રમાણે જોવા જઈએ તો લગભગ 80 હજારથી 1 લાખ સુધી બાળકો ત્રીજી લહેરમાં કોરોનાની ઝપેટમાં આવી શકે છે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો સામે આવ્યાની વચ્ચે મહારાષ્ટ્રમાં હવે ત્રીજી લહેરની શક્યતાને લઈને તૈયારી માટે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ટાસ્ક ફોર્સે મુખ્યમંત્રીને કહ્યું છે કે ખૂબ ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ રાજ્યમાં ત્રીજી લહેર લાવી શકે છે.

હજુ તો માંડ બીજી લહેરના ભણકારા શાંત થયા છે. એવામાં ત્રીજી લહેરને લઈને સામે આવેલો આ રિપોર્ટ ચિંતાજનક છે. તેમાં પણ બાળકોને લઈને લગાવવામાં આવેલું અનુમાન કંપાવી દે એવું છે.

 

આ પણ વાંચો: લોકપ્રિયતામાં PM મોદી ટોપ પર, ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં બાઈડન-જોનસન કરતા પણ આગળ, જાણો રિપોર્ટ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ઇંધણ ભાવમાં લાગી રહી છે આગ , આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો તમારા શહેરના ભાવ

Click on your DTH Provider to Add TV9 Gujarati