લોકપ્રિયતામાં PM મોદી ટોપ પર, ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં બાઈડન-જોનસન કરતા પણ આગળ, જાણો રિપોર્ટ

અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ (Data Intelligence Firm) મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult)એ કરેલા સર્વે અનુસાર કોરોના કાળમાં પણ PM મોદી વિશ્વના બીજા નેતાઓ કરતા વધુ લોકપ્રિય છે.

લોકપ્રિયતામાં PM મોદી ટોપ પર, ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં બાઈડન-જોનસન કરતા પણ આગળ, જાણો રિપોર્ટ
PM Modi
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 3:23 PM

કોરોના વાયરસના આ સંકટ વચ્ચે પણ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા ટોપ પર હોવાના અહેવાલ સામે આવ્યા છે. જી હા વિશ્વભરના નેતાઓ વચ્ચે PM મોદીની લોકપ્રિયતાના આંકડા ચોંકાવનારા છે. આ આંકડા એક સર્વે દ્વારા બહાર આવ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ (Data Intelligence Firm) મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult)એ કરેલા સર્વે અનુસાર આ વાત કહેવામાં આવી રહી છે. સર્વે અનુસાર હજુ પણ PM મોદી વિશ્વના બીજા નેતાઓ કરતા વધુ લોકપ્રિય છે.

ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ (Global Approval Rating)માં ટોપ પર મોદી

મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર PM મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં લોકપ્રિયતા અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મની સહિત 13 દેશોના નેતાઓ કરતા વધુ છે. જી હા PM મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 66% છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટોપ 3માં આ નેતાઓનું નામ

જોકે કોરોનાના આ સમયમાં PM મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ ઘટી છે. તેમ છતાં તેઓ હજુ પણ વિશ્વભરમાં ટોપ પર છે. રિપોર્ટ અનુસાર અન્ય નેતાઓની સરખામણીમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. આ રિપોર્ટમાં બીજા નંબર પર ઇટલીના પ્રધાનમંત્રી Mario Draghi નું નામ છે. જેમનું ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 65% રહ્યું. જ્યારે ત્રીજા નંબર પર Maxico ના રાષ્ટ્રપતિનો રેટિંગ આંક 63 % રહ્યો છે.

Global Approval Rating

Global Approval Rating

વિશ્વના મોટા નેતાઓનું રેટિંગ

વાત કરીએ વિશ્વના મોટા નેતાઓની તો 54 % રેટિંગ સાથે ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનનું નામ છે. તેમજ પાંચમા નંબર પર જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ 53% સાથે સ્થાન પામ્યા છે. વિશ્વના સૌથી મોટા નેતામાંના એક ગણાતા જો બાઈડન પણ 53% સાથે છઠ્ઠા નંબર પર રહ્યા છે.

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો 48% સાથે સાથમાં નંબર પર રહ્યા છે. જ્યારે આઠમાં નંબર પર UK ના પ્રધાનમંત્રી બોરિસ જોનસન છે, જેમનું રેટિંગ 44 % રહ્યું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન 37% રેટિંગ સાથે નવમાં ક્રમે છે. તેમજ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ દસમા ક્રમે છે, તેમનું રેટિંગ 36 ટકા છે.

કઈ રીતે નક્કી થાય છે આ રેટિંગ

તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટ એક રિસર્ચ કંપની ચેહ. આ કંપની સતત વિશ્વભરના નેતાઓનું અપ્રૂવલ રેટિંગ ટ્રેક કરતી રહે છે. ભારતમાં 2,126 લોકોના સેમ્પલ સાઈઝ (Sample Size) સાથે આ આંકડા રજુ કરાયા છે. જેમાં પીએમ મોદી માટે 66 ટકા મંજૂરી દર્શાવવામાં આવી છે, જ્યારે 28 ટકા લોકો તેમની સાથે અસંમત હતા છે. અપ્રૂવલ રેટિંગ ટ્રેકર છેલ્લે 17 જૂને અપડેટ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">