Met Gala 2022 : મેટ ગાલા ક્યારે યોજાશે? અહીં વાંચો થીમથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધીની તમામ માહિતી

આ ઈવેન્ટમાં દુનિયાના તમામ સ્ટાર્સ અલગ-અલગ આઉટફિટમાં અલગ-અલગ અવતારમાં જોવા મળશે. આ પહેલા આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાના અનોખા લુક અને ડ્રેસના કારણે દરેક જગ્યાએ છવાઈ હતી.

Met Gala 2022 : મેટ ગાલા ક્યારે યોજાશે? અહીં વાંચો થીમથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધીની તમામ માહિતી
met gala 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 3:53 PM

‘ફેશન બિગેસ્ટ નાઈટ’ એટલે કે મેટ ગાલા 2022 શરૂ (Met Gala 2022) થવા જઈ રહી છે. ફરી એકવાર ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રીઝના મોટા સ્ટાર્સ આજે સાંજે દુનિયાના ખૂણે-ખૂણેથી એકસાથે હશે. દર વખતની જેમ આ વખતે પણ એક ખાસ વાત હશે કે દરેકને એ જાણવામાં રસ હશે કે કયો સ્ટાર (World Star Will Be In Met Gala 2022) શું પહેરશે? આ વખતે મેટ ગાલા મે મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. 2 મેના રોજ આ પ્રસંગની સુંદર સાંજ શણગારવામાં આવશે. આ ગાલા ઇવેન્ટ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મેટ ગાલા 2022 સાંજે 6 વાગ્યે શરૂ થશે. જો તમે આ શોને માણવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે ભારતમાં આ ઈવેન્ટનું કવરેજ 3 મે, મંગળવારના રોજ જોઈ શકાશે.

જુઓ ઈવેન્ટની તૈયારી..

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
View this post on Instagram

A post shared by Vogue (@voguemagazine)

ક્યાં જોઈ શકો છો ઇવેન્ટ?

આ ઈવેન્ટમાં દુનિયાના તમામ સ્ટાર્સ અલગ-અલગ આઉટફિટમાં અલગ-અલગ અવતારમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પોતાના અનોખા લુક અને ડ્રેસના કારણે દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. આ વખતે પણ ચાહકો એ જાણવા ઉત્સુક છે કે ભારતીય સિનેમા જગતમાંથી જે સ્ટાર્સ મેટ ગાલામાં પહોંચશે તેઓ આ વખતે શું પહેરશે! આ જાણવા માટે, તમારે ઇવેન્ટનું કવરેજ જોવું પડશે. આવી સ્થિતિમાં વોગની વેબસાઇટ દ્વારા તેનો આનંદ માણી શકાય છે. દેશમાં તેનું સ્ટ્રીમિંગ 3 માર્ચ મંગળવારના રોજ સવારે 3.30 વાગ્યે શરૂ થશે.

અહીં અત્યાર સુધી યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટ્સની એક ઝલક

View this post on Instagram

A post shared by Vogue (@voguemagazine)

મેટ ગાલા 2022ની થીમ શું છે અને ઇવેન્ટમાં કોણ હાજરી આપશે?

આ વર્ષની થીમ ‘ઈન અમેરિકા – એન એન્થોલોજી ઓફ ફેશન’ છે. આવી સ્થિતિમાં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે – ગિલ્ડ ગ્લેમર. આ સિવાય ગાલા નાઈટમાં કોણ કોણ હાજરી આપશે, આ ઈવેન્ટમાં કોને આમંત્રણ આપવામાં આવ્યું છે તે અંગે પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જો કે આ ઈવેન્ટ શરૂ થાય ત્યાં સુધી એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ વખતે કયા સેલેબ ઈવેન્ટમાં જોવા મળશે.

અફવાઓ એવી છે કે જેનિફર લોપેઝ-બેન એફ્લેક, સિડની સ્વીની, મેગન ધ સ્ટેલિયન અને બેલા હદીદ આ કાર્યક્રમમાં શોનો ભાગ હશે. તો એવા પણ સમાચાર છે કે આ ઈવેન્ટમાં ભારતમાંથી બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરીથી મેટ ગાલાના રેડ કાર્પેટ પર પોતાની સ્ટાઈલ ફેલાવશે.

g clip-path="url(#clip0_868_265)">