AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેશનલ એવોર્ડ મેળવતી વખતે ગુજરાતી અભિનેત્રી ભાવુક થઈને રડવા લાગી, રાષ્ટ્રપતિએ ખભા પર હાથ મૂકીને હિંમત આપી

જ્યારે માનસી પારેખ એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચી તો તેના આસું રોકી શકી ન હતી. રાષ્ટ્રપતિએ તેના ખભા પર હાથ મૂકીને હિંમત આપી હતી.તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નેશનલ એવોર્ડ મેળવતી વખતે ગુજરાતી અભિનેત્રી ભાવુક થઈને રડવા લાગી, રાષ્ટ્રપતિએ ખભા પર હાથ મૂકીને હિંમત આપી
| Updated on: Oct 09, 2024 | 12:45 PM
Share

રાષ્ટ્રપતિ મુર્મૂએ 8 ઓક્ટોબરના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ભવનમાં 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના કલાકારોને સન્માનિત કર્યા હતા. જેમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી અભિનેત્રી ભાવુક થઈને રડવા લાગી

જ્યારે માનસી પારેખ એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચી તો તેના આસું રોકી શકી ન હતી. રાષ્ટ્રપતિએ તેના ખભા પર હાથ મૂકીને હિંમત આપી હતી.તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.70માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં વર્ષ 2022 અને 2023માં આવેલી બેસ્ટ ફિલ્મોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમાં બેસ્ટ એકટર સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં એક ગુજરાતી કલાકાર માની પારેખનું પણ નામ સામેલ હતુ.

કચ્છ એક્સપ્રેસ એક ગુજરાતી ફિલ્મ

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં શાનદાર અભિનય માટે તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, માનસી પારેખ માત્ર ગુજરાતી અભિનેત્રી નથી પરંતુ પ્રોડ્યુસર પણ છે.તમને જણાવી દઈએ કે, કચ્છ એક્સપ્રેસ એક ગુજરાતી ફિલ્મ છે. જે વર્ષ 2023માં આવી હતી. જેનું નિર્દેશન વિરલ શાહએ કહ્યું હતુ. જેમાં તારે જમીન પર ફિલ્મમાં કામ કરનાર દર્શીલ સફારીની સાથે સાથે રત્ના પાઠક શાહે પણ કામ કર્યું છે.

વર્કિંગ વુમનને એક ખાસ સંદેશ

પોતાના કામ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા બાદ માનસી પારેખની ખુશી કાંઈ અલગ જ હતી. રસપ્રદ વાત તો એ છે કે, તેને આ ગુડન્યુઝ ફિલ્મના શૂટિંગ દરમિયાન મળ્યા હતા.70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીતનાર માનસી પારેખને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે તેની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ જીત બાદ તેણે વર્કિંગ વુમનને એક ખાસ સંદેશ પણ આપ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">