Malaika Arora Father : મલાઈકા અરોરાના પિતાનું નિધન, વરુણ ધવનને આ વાત પર ગુસ્સો આવ્યો
મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે કેટલાક દિવસથી ખુબ જ દુખી હતી. તો ચાલો જાણીએ કે, એવું શું થયુ કે, બોલિવુડ સ્ટાર વરુણ ધવનને ગુસ્સો આવ્યો કારણ શું છે.
આજે મલાઈકા અરોરા અને તેના પરિવાર માટે ખુબ દુખદ દિવસ છે. તેના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળેથી આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે, પહેલી નજરે જોવામાં આવે તો આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પરંતુ પોલીસ હાલમાં આ મામલે કાંઈ પણ કહેવા માંગતી નથી. સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. મલાઈકાના પિતાના ઘરની બહાર મીડિયા અને પાપારાજીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, ત્યાં પહોંચનારાઓની સામે ડઝનેક કેમેરા મૂકવામાં આવ્યા હતા અને લેન્સનું ધ્યાન ત્યાં પહોંચનારાઓ પર હતું. હવે વરુણ ધવને આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
વરુણ ધવન ગુસ્સે થયો
બોલિવુડ સ્ટાર પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. અનિલ અરોરાની દિકરી મલાઈકા અને અમૃતા પણ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો કેમેરા તેની પર ફોકસ કરવામાં આવ્યા હતા. આ વાતથી નારાજ વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેમણે કોઈનું પણ નામ લીધું નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને કવર કરવાની વાત કરવામાં આવી રહી છે.
View this post on Instagram
વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, જે લોકો દુખમાં છે. તેના ચેહરા પર કેમેરો ફોકસ કરવો અસંવેદનશીલ વસ્તુ છે. મહેરબાની કરીને વિચારો તમે શું કરી રહ્યા છો.
મલાઈકાના પિતાનું મૃત્યું કેવી રીતે થયુ
ન્યુઝ એજન્સી એએનઆઈ મુજબ બુધવારે સવારે 9 કલાકે મલાઈકાના પિતા અનિલ અરોરાએ પોતાના ફ્લેટની બાલકનીમાંથી નીચે કુદી આત્મહત્યા કરી છે. આ મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ક્રાઈમ બ્રાન્ચ જીસીપી રાજા તિલક રોશને કહ્યું પહેલી નજરે આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પરંતુ હજુ સુધી કાંઈ સ્પષ્ટ કહિ શકાય નહિ. પોલીસ આ કેસની દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પર પોલીસની ટીમ સિવાય ફોરેન્સિકની ટીમ પણ પહોંચી ગઈ છે. અને તમામ સબુતો એકઠા કરી રહી છે.
કોણ હતા અનિલ અરોરા
અનિલ અરોરા મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા. તેણે મલયાલી ખ્રિસ્તી જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા. જોયસ પોલીકાર્પ અને અનિલને બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા છે. જોકે, જ્યારે મલાઈકા માત્ર 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે પિતાને તેની બંને પુત્રીઓ સાથે સારા સંબંધો હતા. ઘણીવાર મલાઈકા અને અમૃતા પિતા અને માતા સાથે તસવીરો શેર કરતી હતી.