AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લાઈગર’ નવું ગીત Coka 2.0 આઉટ, પંજાબી મુંડા બનીને વિજય દેવરકોંડાએ લૂંટી મહેફિલ

વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મ 'લાઈગર'ના (Liger) નવું ગીત 'કોકા 2.0'માં બંને અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે.

'લાઈગર' નવું ગીત Coka 2.0 આઉટ, પંજાબી મુંડા બનીને વિજય દેવરકોંડાએ લૂંટી મહેફિલ
Coka-2.0-Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 6:47 PM
Share

અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડાની (Vijay Deverakonda) ફિલ્મ ‘લાઈગર’નું (Liger) નવું ગીત ‘કોકા 2.0’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ગીતનું શૂટિંગ ખૂબ જ સારી રીતે થયું છે. આ ગીત પંજાબી ફ્લેવરનું છે તો વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે પણ પંજાબી લૂકમાં જોવા મળી રહ્યા છે. વિજય દેવરકોંડાએ પાઘડી પહેરી છે અને મરૂન રંગનો પંજાબી અટાયર કેરી કર્યો છે જ્યારે અનન્યાએ પણ મરૂન લહેંગો કેરી કર્યો છે.

અહીં જુઓ ‘લાઈગર’નું ગીત ‘કોકા 2.0’-

હાલમાં આ ગીતના રિલીઝને લઈને વિજય દેવરકોંડાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપતા ગીતનું પોસ્ટર પણ શેર કર્યું હતું અને કહ્યું કે આ ગીત 12 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે રિલીઝ થશે.

પુરી જગન્નાથે ડાયરેક્ટ કરી છે આ ફિલ્મ

‘લાઈગર’ને પુરી જગન્નાથે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સિવાય રામ્યા કૃષ્ણન, રોનિત રોય, મકરંદ દેશપાંડે અને ગેટઅપ શ્રીનુ સિવાય દુનિયાના ફેમસ બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે.

25 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરોમાં થશે રિલીઝ

આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેમાં વિજય દેવરકોંડાએ એક સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. તે ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સ બંનેએ પ્રોડ્યુસ કરી છે. આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

વિજય અને અનન્યા કરી રહ્યા છે ફિલ્મનું પ્રમોશન

હાલમાં જ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતમાં હતા. બંનેએ ગુજરાતમાં બે વખત પ્રમોશન કર્યું છે. આ સિવાય બંનેએ મહારાષ્ટ્રના પુણેમાં પણ ફિલ્મનું પ્રમોશન કર્યું છે. વિજય દેવરકોંડા ફિલ્મ લાઈગરથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. અનન્યા પાંડે પણ આ ફિલ્મથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે અને દુનિયાના ફેમસ બોક્સર માઈક ટાયસન પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે. આ ફિલ્મની રિલીઝમાં બહુ ઓછો સમય બાકી છે અને આવી પરિસ્થિતિમાં ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">