લતા મંગેશંકરજીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું પંડિત રાજન મિશ્રાના નિધનનું દુ:ખ, બોલ્યા- આ સાંભળીને…

કોરોના (Coronavirus) ભારતમાં એક કાળ બની ચુક્યો છે. દૈનિક વધતા આંકડા હવે લોકોને ડરાવી રહ્યા છે. બનારસ ઘરાનાનાં પ્રખ્યાત મિશ્રા ભાઈઓની જોડીને પણ કોરોનાએ તોડી દિધી છે.

  • tv9 webdesk40
  • Published On - 16:48 PM, 26 Apr 2021
લતા મંગેશંકરજીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું પંડિત રાજન મિશ્રાના નિધનનું દુ:ખ, બોલ્યા- આ સાંભળીને...
Lata Mangeshkar

કોરોના (Coronavirus) ભારતમાં એક કાળ બની ચુક્યો છે. દૈનિક વધતા આંકડા હવે લોકોને ડરાવી રહ્યા છે. બનારસ ઘરાનાનાં પ્રખ્યાત મિશ્રા ભાઈઓની જોડીને પણ કોરોનાએ તોડી દિધી છે. પંડિત રાજન મિશ્રા (Pandit Rajan Mishra) રવિવારે (25 એપ્રિલ) વિશ્વને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. આ સમાચારથી સંગીતની દુનિયામાં શોકનું મોજુ છે. સ્વરા કોકિલા લતા મંગેશકરજી (Lata Mangeshkar)ને જ્યારે રાજન મિશ્રાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે તે દુ:ખી થઈ ગયા હતા. તેમણે પોતાની આ વ્યથા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.

 

લતા મંગેશકરજીએ (Lata Mangeshkar) ટ્વીટર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘મને હમણાં જ ખબર પડી કે ખૂબ જ પ્રતિભાશાળી શાસ્ત્રીય ગાયક પદ્મ ભૂષણ, સંગીત નાટક એકેડમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેવા પંડિત રાજન મિશ્રા જીનું નિધન થયું છે. મને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતી આપે. મારી સહાનુભૂતિ તેમના પરિવાર સાથે છે.’

 

 

 

વડાપ્રધાને પણ ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘શાસ્ત્રીય ગાયકની દુનિયામાં પોતાની અસીમ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રાજીના અવસાનથી ખુબ જ દુ:ખ થયું છે. બનારસ ઘરાનાની સાથે સંકળાયેલા મિશ્રાજીનું જવાનું કલા અને સંગીત જગત માટે એક પૂરી ન શકાય તેવી ખોટ છે. આ શોકની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ!

પંડિત રાજન મિશ્રાએ તેમના નાના ભાઈ પંડિત સાજન મિશ્રા સાથે સુંદર બોન્ડિંગ શેર કરતા આવ્યા છે અને સંગીતની સફરનો આનંદ પણ સાથે મળીને લીધો. તે એક એવો સબંધ હતો જ્યાં બંનેનાં ખાલી સંગીત નહીં પરતું એક બીજાના સુખ અને દુ:ખમાં પણ સાથે ઉભા હતા.

 

 

 

 

બનારસ ઘરાનાથી સંબંધ ધરાવનાર રાજન મિશ્રા ખ્યાલ શૈલીના ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. ભારત સરકાર દ્વારા તેમને 2007માં કલા ક્ષેત્રે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1978માં શ્રીલંકામાં પ્રથમ કોન્સર્ટ આપ્યો હતો અને ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઓસ્ટ્રિયા, સંયુકત રાજ્ય અમેરિકા, યુકે, નેધરલેન્ડ, યુએસએસઆર, સિંગાપોર, કતાર, બાંગ્લાદેશ અને વિશ્વના ઘણા દેશોમાં પર્ફોમન્સ આપ્યું હતું.

 

આ પણ વાંચો :- Bihar: કોરોના નાઇટ કર્ફ્યુમાં ઉડાવી ધજ્જીયા, ભોજપુરી અભિનેત્રી Akshra Singh લગાવ્યા ઠુમકા, અભિનેત્રી સહિત 200 સામે કેસ દાખલ

આ પણ વાંચો :- Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન