AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન

બોલીવુડ અભિનેતા રિતિક રોશન ફરી એકવાર ફુલ ટુ એક્શનમાં જોવા મળશે છે. બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) ના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન
Hrithik Roshan & Saif Ali Khan
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 25, 2021 | 8:08 PM
Share

બોલીવુડ અભિનેતા રિતિક રોશન ફરી એકવાર ફુલ ટુ એક્શનમાં જોવા મળશે. બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) ના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિક રોશન સાઉથની સુપરહિટ ફિલ્મના હિન્દી રિમેકને હા પાડી છે અને આ ફિલ્મમાં રિતિક રોશન વિલનની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

‘વેધા’ની ભૂમિકા નિભાવશે રિતિક

એક અહેવાલ મુજબ, રિતિક રોશન સાઉથની સુપરહિટ ફિલ્મ ‘વિક્રમ વેધા’ (Vikram Vedha) માટે સંમત થઈ ગયા છે. અહેવાલો અનુસાર, રિતિક રોશન આ ફિલ્મમાં હિરો નહીં પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે, ફિલ્મમાં રિતિક ‘વેધા’ એટલે કે ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.

ઉનાળામાં શૂટ શરૂ થશે

જણાવી દઈએ કે વિક્રમ વેધાનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીની જોડીએ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં વિલન બનવાની તૈયારી રિતિક રોશને શરૂ કરી દીધી છે. અભિનેતાએ બોડી લેંગ્વેજ પર કામથી લઈને ડિકશન અને ફિલ્મમાં તેમના લુક્સને લઈ વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળામાં શરૂ થઈ જશે.

સૈફ અલી ખાન સાથે થશે ટક્કર

રિતિક રોશન અને સૈફ અલી ખાન ઓનસ્ક્રીન જોવા માટે દર્શકો ઘણા સમયથી ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા. એક તરફ વિક્રમ વેધના રિમેકમાં રિતિક રોશન વિલનની ભૂમિકા ભજવશે, તો બીજી તરફ, આ ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) ફિલ્મમાં વિક્રમ એટલે કે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવી સ્થિતિમાં રિતિક અને સૈફને સાથે જોવા એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.

રિતિક રોશનના આગામી પ્રોજેક્ટ્સ

રિતિકના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો તેમની જોડી દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે જોવા જઈ રહી છે. બંને ફાઈટર ફિલ્મમાં એક સાથે જોવા મળશે. ફાઇટર સિવાય રિતિક, મધુ મંટેનાની રામાયણ અને વોરની સિક્વલ અંગે પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો : Dia Mirza – વૈભવ રેખી લગ્નના 1 મહિના પછી હનીમૂન પર પહોંચ્યા માલદિવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

આ પણ વાંચો : Asha Bhosle ને મહારાષ્ટ્ર સરકાર આપશે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, આશા ભોંસલેએ કહી આ વાત

g clip-path="url(#clip0_868_265)">