કોફી વિથ કરણ 8: અનન્યા પાંડેએ આદિત્ય સાથેનો સંબંધ સ્વીકાર્યો? સારા અલી ખાને કહી આ વાત, જુઓ વીડિયો
'કોફી વિથ કરણ 8'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. સારા અલી ખાન અને અનન્યા પાંડે અપકમિંગ એપિસોડમાં ઘણા મોટા ખુલાસા કરવા જઈ રહ્યા છે. અપકમિંગ એપિસોડમાં બંને એક્ટ્રેસ પ્રોફેશનલ લાઈફ વિશેના કેટલાક ખુલાસા કરતી જોવા મળશે. આ અપકમિંગ એપિસોડ આ ગુરુવારે સ્ટ્રીમ થશે.
કરણ જોહરના ફેમસ સેલિબ્રિટી શો ‘કોફી વિથ કરણ’ની આઠમી સિઝન શાનદાર રીતે આગળ વધી રહી છે. ‘કોફી વિથ કરણ 8’ના અપકમિંગ એપિસોડમાં યંગ અને ગ્લેમરસ સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. અપકમિંગ એપિસોડમાં બંને એક્ટ્રેસ પ્રોફેશનલ લાઈફ વિશેના કેટલાક ખુલાસા કરતી જોવા મળશે. બંને એક્ટ્રેસ ખાસ મિત્ર છે, તેઓ તેમના પાસ્ટ અને રોમાંસ, તેમના એક્સ બોયફ્રેન્ડ્સ અને તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે ખુલીને વાત કરતી જોવા મળશે.
‘કોફી વિથ કરણ 8’નો નવો પ્રોમો
‘કોફી વિથ કરણ 8’ના નવા પ્રોમોમાં હોસ્ટ કરણ જોહરે આ બંનેને ખાસ રીતે ઈન્ટ્રોડ્યૂસ કરી રહ્યો છે. સારા લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે અનન્યા બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ જોડી તેમની મજાક અને સ્પષ્ટ પ્રતિક્રિયાઓ સાથે એક મનોરંજક એપિસોડ બનાવ્યો. સારા મજાકમાં કહે છે, ‘આ શોની ખૂબ જ સારી શરૂઆત છે. મને સારી વસ્તુઓ ગમે છે.’
View this post on Instagram
અનન્યા-આદિત્યના સંબંધો પર પર સારાએ કર્યો ખુલાસો
‘કોફી વિથ કરણ 8’ની એક ખાસ વાત એ હતી કે જ્યારે કરણે સારાને પૂછ્યું કે જે એક વાત વસ્તુ અનન્યા પાસે છે પણ તારી પાસે નથી, તો સારાએ જવાબ આપ્યો, ‘એક નાઈટ મેનેજર.’ આદિત્ય રોય કપૂરનો ઉલ્લેખ કરતા જે અનન્યાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને આદિત્ય રોય કપૂરે તે જ નામની વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે. અનન્યા આ કોમેન્ટ પર શરમાઈ ગઈ અને કહ્યું, ‘મને અનન્યા કોય કપૂર જેવું લાગી રહ્યું છે.’
ગુરુવારે સ્ટ્રીમ થશે એપિસોડ
‘કોફી વિથ કરણ 7’માં જ્યારે કરણ જોહરે એક્ટ્રેસને પૂછ્યું ત્યારથી આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે વિશે ચર્ચા ચાલી રહી છે. કરણે પૂછ્યું કે,’મેં મારી પાર્ટીમાં જોયું… તમારી અને આદિત્ય રોય કપૂર વચ્ચે શું છે? શું ચાલી રહ્યું છે?’ અનન્યાએ જવાબ આપ્યો, ‘મને આદિત્ય રોય કપૂર હોટ લાગે છે.’ સારા અને અનન્યાનો આ અપકમિંગ એપિસોડ આ ગુરુવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો: લોકલ ફોર વોકલઃ અનુપમાએ દિવાળી માટે આપ્યો ખાસ મેસેજ, પીએમ મોદીએ પણ શેર કર્યો વીડિયો