AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars Winners : ભારતે રચ્યો ઈતિહાસ, જીત્યા બે ઓસ્કાર – જાણો વિજેતાની સંપૂર્ણ યાદી

Oscars 2023 : અત્યારે આખા હોલિવૂડમાં એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે RRR. ભારતે બે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. દરેક જગ્યાએ નાટુ-નાટુની ચર્ચાઓ થઈ રહી છે. ઓસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ

Oscars Winners : ભારતે રચ્યો ઈતિહાસ, જીત્યા  બે ઓસ્કાર - જાણો વિજેતાની સંપૂર્ણ યાદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 12:56 PM
Share

Oscars 2023 : 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતને પ્રથમ વખત સફળતા મળી છે. ભારતે એક નહીં પરંતુ બે ઓસ્કર જીતીને બધાને ખુશ કરી દીધા છે. ફિલ્મ RRR ના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. તે જ સમયે The Elephant Whispers શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીતી છે. ઓલ ધેટ બ્રેથ્સ શરૂઆતમાં જ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગયું હતું. આ મોટી જીત બાદ બધા ઓસ્કાર વિજેતાઓને અભિનંદન આપી રહ્યા છે. ચાલો જાણીએ કોને શું મળ્યું…

આ પણ વાંચો : Oscars 2023 : કોણ છે ગુનીત મોંગા-કાર્તિકી ગોન્જાલ્વિસ ? જેણે દેશને અપાવ્યો પ્રથમ ઓસ્કાર એવોર્ડ

કેટેગરી વિજેતા
બેસ્ટ ઓરિજનલ સોન્ગ RRRનું ગીત નાટુ-નાટુ
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ભારતની ફિલ્મ-The Elephant Whispers
બેસ્ટ એક્ટર બ્રેન્ડન ફ્રેઝર
બેસ્ટ એક્ટ્રેસ મિશેલ યોહ
બેસ્ટ ફિલ્મ એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ
બેસ્ટ ડાયરેક્ટર ડેનિયલ ક્વાન અને ડેનિયલ શેઈનર્ટ
બેસ્ટ સાઉન્ડ ટોપ ગન : મેવરિક
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીન પ્લે સારા પોલી
બેસ્ટ ફિલ્મ એડિટિંગ એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ
બેસ્ટ ઓરિજનલ સ્ક્રીન પ્લે એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ અવતાર : ધ વે ઓફ વોટર
બેસ્ટ સિનેમૈટોગ્રાફી ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ
બેસ્ટ ઓરિઝનલ સ્કોર ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈન બ્લેક પૈન્થર : વકાંડા ફોરેવર
બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ
બેસ્ટ મેકઅપ એન્ડ હેયરસ્ટાઈલ ધ વ્હેલ (The Whale)
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ નૈવલની(Navalny)
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ એન ઈરિશ ગુડબાય
બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ જેમી લી કર્ટિસ
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર કે હુઈ ક્વાન (Ke Huy Quan)
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ ગિલર્મો ડેલ ટોરો કી પિનોચિયો

g clip-path="url(#clip0_868_265)">