valentine day પર સલમાન ખાનની ચાહકોને ભેટ, આજે રિલિઝ થશે નવું રોમેન્ટિક ગીત

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું નવું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે, જેનું ટીઝર સામે આવ્યું છે. આ સલમાન ખાનનું રોમેન્ટિક ગીત હશે.

valentine day પર સલમાન ખાનની ચાહકોને ભેટ, આજે રિલિઝ થશે નવું રોમેન્ટિક ગીત
valentine day પર સલમાન ખાનની ચાહકોને ભેટImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 9:59 AM

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે વર્ષ 2023 ઘણી ખુશીઓ લઈને આવ્યું છે. પહેલા તે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણમાં જોવા મળ્યો હતો અને તેણે પોતાના જબરદસ્ત દેખાવથી બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી હવે તે કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ માટે પણ ચર્ચામાં છે. લગભગ એક અઠવાડિયા પહેલા તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટીઝર રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે તેના નવા ગીતનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને એ પણ જાણવા મળ્યું છે કે ભાઈજાનનું આ ગીત આખરે ક્યારે આવી રહ્યું છે.

સલમાન ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, આજે તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું લોકપ્રિય ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીતના ટીઝરમાં સલમાન ખાન લાંબા વાળમાં ચશ્મા પહેરેલો જોવા મળે છે. ગીતના ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ એક રોમેન્ટિક ગીત છે

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

ગીતનું ટીઝર શેર કરતી વખતે સલમાને કહ્યું- 12 ફેબ્રુઆરીએ ગીત સાંભળો. ચાહકો પણ આ સમાચારથી ઘણા ખુશ છે અને સલમાન ખાનનું આ ગીત સાંભળીને ઉત્સાહિત છે. સૌથી મોટી વાત એ છે કે, સલમાન ખાન આ ગીત વેલેન્ટાઈન વીકના અવસર પર રિલીઝ કરી રહ્યો છે જે રોમેન્ટિક છે. આ ખાસ અવસર પર નવું રોમેન્ટિક ગીત સાંભળવાથી વધુ સારી અનુભૂતિ શું હોઈ શકે.

આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થશે

ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ રીલિઝ થશે. દર વખતની જેમ સલમાન ખાન ઈદ પર ચાહકોને ભેટ આપવા માટે તૈયાર છે. પહેલા આ ફિલ્મનું નામ કભી ઈદ કભી દિવાળી હતું ત્યાર બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનની સામે પૂજા હેગડે જોવા મળશે. આ સિવાય દગ્ગુબાતી વેંકટેશ, શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ નિગમ આ ફિલ્મમાં જોવા મળશે.

Latest News Updates

ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">