AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનો ભારે ક્રેઝ, PM Modiએ કહ્યું – દશકો બાદ શ્રીનગરમાં થિયેટર હાઉસફુલ !

શાહરુખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ હાલ થિયેટરોમાં છવાયેલી છે. વડાપ્રધાન મોદી સંસદમાં શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા.

શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મનો ભારે ક્રેઝ, PM Modiએ કહ્યું - દશકો બાદ શ્રીનગરમાં થિયેટર હાઉસફુલ !
theatres in srinagar are running houseful
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 1:08 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ગઈ કાલે કાવ્યાત્મક શૈલીમાં દેખાયા હતા. મંગળવારે પોતાના ભાષણમાં વડાપ્રધાને મોદી સરકારને ઘેરવા બદલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પીએમએ કટાક્ષ કર્યો હતો.આ સાથે સાથે તેઓ બોલિવૂડ ફિલ્મોની પ્રસંશા કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ હાલ થિયેટરોમાં છવાયેલી છે. વડાપ્રધાન મોદી સંસદમાં શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મોદી સામાન્ય દર્શકો પર હાલમાં આવેલી ફિલ્મના પ્રભાવ વિશે જણાવતા કહ્યું કે, શ્રીનગરના થિયેટરો દશકો પછી હાઉસફુલ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ફિલ્મના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રસંશા કરતા જોવા મળી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીનો વાયરલ વીડિયો

25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી પઠાણ ફિલ્મનો બોક્સ ઓફિસ પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મોએ વર્લ્ડ વાઈડ તાબડતોડ 850 કરોડની કમાણી કરી છે. ભારતમાં શાહરુખ ખાનની આ ફિલ્મે 550 કરોડની કમાણી કરી છે. શ્રીનગરના થિયેટરોના ફોટો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિના અપમાનને લઈ કોંગ્રેસ પર પ્રહાર

તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક લોકોના ભાષણ પછી આખી ઇકો સિસ્ટમના સમર્થકો ઉછળી પડ્યા હતા અને ખુશીથી કહેવા લાગ્યા હતા કે આવું ન થયું અને તેઓ સારી રીતે ઊંઘી ગયા અને જાગી શક્યા નહીં. કેટલાક લોકોએ રાષ્ટ્રપતિના ભાષણનો અપવાદ લીધો અને એક નેતા (અધિર રંજન)એ તો રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. એ અલગ વાત છે કે બાદમાં પત્ર લખીને માફી માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આદિવાસી સમાજ પ્રત્યે નફરત અને તેમના પ્રત્યે તેમની વિચારસરણી શું છે તે પણ જોવા મળ્યું છે.

રાહુલ ગાંધી પર પ્રહાર

રાહુલ ગાંધીના ભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અહીં ઘણા લોકોએ પોતાની વાત રાખી, દરેકની વાત સાંભળતી વખતે એ પણ ખ્યાલ આવે છે કે કોની પાસે કેટલી ક્ષમતા છે અને કોની પાસે કેટલી સમજ છે.

g clip-path="url(#clip0_868_265)">