ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!

ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!
JD Majethia

અભિનેતા અને ફિલ્મ નિર્માતા JD Majethiaએ શુક્રવારે તેમના 52માં જન્મદિવસ પર તેમના નવા શો "વાગલે કી દુનિયા - નઈ પીઢી નયે કિસ્સે"ના સેટ પર તમામ ક્રૂ- મેમ્બર્સ સાથે ખાસ ઉજવણી કરી.

Neeru Zinzuwadia Adesara

| Edited By: Kunjan Shukal

Feb 05, 2021 | 11:11 PM

અભિનેતા અને ફિલ્મ નિર્માતા JD Majethiaએ શુક્રવારે તેમના 52માં જન્મદિવસ પર તેમના નવા શો “વાગલે કી દુનિયા – નઈ પીઢી નયે કિસ્સે”ના સેટ પર તમામ ક્રૂ- મેમ્બર્સ સાથે ખાસ ઉજવણી કરી. તેમણે જણાવ્યુ કે કોરોનાકાળ બાદ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી બની ગયુ છે અને એટલા માટે બર્થડેની ઉજવણી બાદ રિટર્ન ગિફ્ટમાં તમામ ક્રૂ મેમ્બર્સને કેક ખવડાવાને બદલે તેમણે થર્મોમીટર અને યોગાબારની ભેટ આપી.

આ સાથે તેમને તમામ લોકો સુધી સંદેશ પહોંચાડ્યો કે તેઓ પોતાનું અને પોતાના આસપાસના લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન સારી રીતે રાખે. પોતાની બર્થડે વિશ ટીવી9 સાથે શેર કરતા તેમણે જણાવ્યું કે નવા વર્ષે તેમણે એક નવો લુક અપનાવ્યો છે અને હવે તે કોમેડી રોલ અને ગુજ્જુ રોલ કરી થાકી ગયા છે એટલે હવે તે મોટા પર્દા પર નેગેટિવ કિરદાર કરવા ઈચ્છી રહ્યા છે અને તે પણ બાહૂબલી ફેમ પ્રભાસ સાથે, છેલ્લા એક દાયકાથી જેડી મજેઠીયા હૈટમાં જોવા મળતા હતા એ તેમનું પેટેન્ટ લુક બની ગયુ હતુ. 2021માં પોતાના લુકનો મેકઓવર કર્યા બાદ હવે જેડી એક નવા કિરદારમાં પોતાનું મેકઓવર જોવા ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati