The Kerala Story : કાનૂની મુશ્કેલીમાં ફસાયું ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર, DGPએ FIR માટે આપ્યા નિર્દેશ

TV9 GUJARATI

|

Updated on: Nov 10, 2022 | 12:29 PM

The Kerala Story Controversy : ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના ટીઝરને લઈને વિવાદ વધી રહ્યો છે. કેરળના લોકો ટીઝરનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

The Kerala Story : કાનૂની મુશ્કેલીમાં ફસાયું 'ધ કેરલા સ્ટોરી'નું ટીઝર, DGPએ FIR માટે આપ્યા નિર્દેશ
Adah-Sharma The Kerala Story

Follow us on

The Kerala Story Controversy : ફિલ્મ ધ કેરલા સ્ટોરી માટે મુસીબતો વધી રહી છે. ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર રિલીઝ થયા બાદથી સતત વિવાદોમાં ઘેરાયેલું છે. ટીઝરમાં વપરાયેલા કેરળના નામ પર તમાશો વધી રહ્યો છે. મામલો હવે કાયદા સુધી પહોંચ્યો છે. ફિલ્મ સામે પ્રતિબંધની માંગ પણ કરવામાં આવી છે. ‘ધ કેરાલા સ્ટોરી’માં અભિનેત્રી અદા શર્મા (Adha Sharma) લીડ રોલમાં છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ લોકોએ મેકર્સ પર કેરલનું નામ બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ કેરળના ડીજીપીએ તિરુવનંતપુરમના પોલીસ કમિશ્નરને ‘ધ કેરલા સ્ટોરી’ના ટીઝર સામે FIR નોંધવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી ફરિયાદ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ અંગે કેરળ પોલીસનું કહેવું છે કે હાઈટેક ક્રાઈમ ઈન્કવાયરી સેલે પ્રાથમિક તપાસ કરી હતી, જેનો રિપોર્ટ ડીજીપીને મોકલવામાં આવ્યો હતો.

ટીઝરમાં અદા શર્મા કેરળમાં મહિલાઓની તસ્કરી વિશે આપે છે માહિતી

રિલીઝ થયેલા ટીઝરમાં અદા શર્મા બુરખો પહેરેલી જોવા મળે છે. પોતાનો ચહેરો બતાવીને તે કેરળમાં મહિલાઓની તસ્કરી વિશે માહિતી આપે છે. પોતાની દર્દનાક કહાની સંભળાવતા અભિનેત્રી કહે છે, ‘મારું નામ શાલિની ઉન્નીકૃષ્ણન હતું. હું નર્સ બનીને લોકોની સેવા કરવા માંગતી હતી. હવે હું ફાતિમા બા છું. અફઘાનિસ્તાનમાં એક ISIS આતંકવાદી અને હું એકલી નથી. મારા જેવી 32 હજાર છોકરીઓનું ધર્મપરિવર્તન કરીને સીરિયા અને યમનના રણમાં દફનાવવામાં આવી છે. સામાન્ય છોકરીને ખતરનાક આતંકવાદી બનાવવાની ખતરનાક રમત કેરળમાં ચાલી રહી છે અને તે પણ ખુલ્લેઆમ.’

આ લાઈન જ આ સમગ્ર વિવાદનું કારણ બની હતી. ધ કેરલા સ્ટોરીના ટીઝરમાં નિર્માતાઓએ કેરળમાં આતંકવાદની રમત બતાવી છે. આને લઈને ત્યાંના લોકો ખૂબ જ નારાજ છે. એટલા માટે લોકો આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મ સામે જોરશોરથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati