કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા, જુઓ Video

કેટરીના કૈફ હાલમાં જ એક નવરાત્રિ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં તે બ્લેક પેચ સાથે જોવા મળી હતી, જેને જોઈને ફેન્સ તેના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા હતા. આ બ્લેક પેચ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેને ડાયાબિટીસ છે કે કેમ.

કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા, જુઓ Video
Follow Us:
| Updated on: Oct 05, 2024 | 7:52 PM

કેટરિના કૈફ માત્ર એક શાનદાર અભિનેત્રી જ નથી, પરંતુ એક સ્ટાઇલ આઇકોન પણ માનવામાં આવે છે, જે ફેશનના મામલે ક્યારેય પાછળ નથી રહેતી. તાજેતરમાં અભિનેત્રીએ નવરાત્રિના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તે સાડી પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક ચાહકોએ તેના હાથ પર કાળો ડાઘ જોયો, જેના કારણે ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. આ જોઈને લોકોએ પૂછ્યું પણ, “શું તેને ડાયાબિટીસ છે?”

કેટરીનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કેટરીના કૈફ નવરાત્રી ઈવેન્ટમાં હાજરી આપવા મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી. કેટરીના એરપોર્ટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પીચ રંગની સાડી પહેરીને ઘણી હેડલાઇન્સ મેળવી હતી, જે તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં કેટરીનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક તરફ ચાહકો કેટરીનાની ફેશન સેન્સના વખાણ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, ચાહકોએ કેટરીનાના હાથ પર કાળો ડાઘ જોયો અને લોકો તેની ચિંતા કરવા લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

વાસ્તવમાં, વીડિયોમાં કેટરિના કૈફના જમણા હાથના ઉપરના ભાગમાં એક કાળો પેચ જોવા મળ્યો હતો, જેને જોઈને ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને સવાલો પૂછવા લાગ્યા હતા. એક પ્રશંસકે લખ્યું- શું કેટરિના ઠીક છે? અન્ય એક ચાહકે ટિપ્પણી કરી – એવું લાગે છે કે આ એક મેડિકલ પેચ છે. તે જ સમયે, અન્ય ફેને પૂછ્યું – શું કેટરિનાને ડાયાબિટીસ છે?

ડાયાબિટીસ પેચ શું છે?

હવે આ બ્લેક પેચ શું છે અને કેટરિનાએ તેને શા માટે લગાવ્યો છે, તે જાણી શકાયું નથી, પરંતુ લોકોનું માનવું છે કે આ એક ડાયાબિટીસ પેચ છે, જેને બ્લડમાં શુગર લેવલ ચેક કરવા માટે લગાવવામાં આવે છે.

જો કે, કેટલાક ચાહકોનું કહેવું છે કે આ પેચ ‘અલ્ટ્રાહ્યુમન’ની જેમ ફિટનેસ ટ્રેકર પણ હોઈ શકે છે, જે બ્લડ સુગર તેમજ હાર્ટ રેટ અને ઊંઘની પેટર્ન પર નજર રાખે છે. જો કે આ અંગે હજુ સુધી કંઈપણ કન્ફર્મ કરી શકાય તેમ નથી. ચાહકોને આશા છે કે કેટરિના એકદમ ઠીક છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી વાયરલ વીડિયોના આધારે છે. વાયરલ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ Tv9 ગુજરાતી કરતું નથી

g clip-path="url(#clip0_868_265)">