કેટરીના કૈફ અને વિકી કૌશલે કરી લીધી સગાઇ ! થોડી વારમાં કરી શકે છે ઓફિશિયલ જાહેરાત

Katrina Kaif Vicky Kaushal: વિકી ઘણા ઇન્ટરવ્યૂ દરમિયાન પણ બોલી ચૂક્યા છે કે તેને કેટરીના ખૂબ પસંદ છે અને તે તેના દિવાના છે. છેલ્લા કેટલાક સમયથી બંને એક બીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા.

કેટરીના કૈફ અને વિકી કૌશલે કરી લીધી સગાઇ ! થોડી વારમાં કરી શકે છે ઓફિશિયલ જાહેરાત
Katrina Kaif and Vicky Kaushal get engaged

બોલીવૂડમાં જાણે હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે. અનિલ કપૂરની દિકરી રિયા કપૂર હાલમાં જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્નના તાંતણે બંધાઇ ગઇ છે. તેવામાં હવે કેટરીના કૈફે પણ સગાઇ કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે બોલીવૂડનું ફેવરીટ કપલ એટલે કે કેટરીના કૈફ અને વિકી કૌશલે સગાઇ કરી લીઘી છે. બોલીવૂડની ગલીઓમાં આ વાત ફેલાતા જ ખલબલી મચી ગઇ છે. સગાઇને લઇને જોકે હજી સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ નથી.

તમને જણાવી દઇએ કે બંનેની સગાઇની ખબર વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યુ છે કે બંનેએ સગાઇ કરી લીધી છે અને બસ હવે ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ જોવાઇ રહી છે. જો કે આ પોસ્ટને વિરલે ડિલીટ પણ કરી દીધી છે.

 

અગાઉ થોડા મહિનાઓ પહેલા પણ સમાચાર સામે આવ્યા હતા કે કેટરીના અને વિકી બંને લગ્ન કરવા જઇ રહ્યા છે. બંને પોતાના રિલેશનને લઇને ચર્ચાઓમાં રહે છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે. ઘણી વાર વિકી કૌશલને કેટરીનાના ઘરની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યા છે. સાથે જ બંનેની વેકેશન પર જવાની ચર્ચા અને સેલિબ્રેશન્સને લઇને પણ ચર્ચાઓ થતી રહે છે. તેવામાં જો બંનેએ હવે સગાઇ કરી પણ લીધી હોય તો પણ નવાઇ નહી.

જો બંનેના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે તો કેટરીના રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ સિવાય તે ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ફોન ભૂતમાં પણ જોવા મળશે. સાથે જ કેટરીના સલમાન સાથે ટાઇગર 3 માં પણ જોવા મળશે. જ્યારે વિકી પણ તેના કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. આશા છે કે બંને જલ્દી જ એક પડદા પર સાથે પણ જોવા મળી.

બોલીવૂડમાં કેટરીનાને ચાહનાર લોકો ઘણા છે. પોતાના ડાન્સ અને લુક્સના કારણે તે ફેન્સના દિલો પર રાજ કરે છે અને વિકીએ પણ ખૂબ ઓછા સમયમાં પોતાનો એક અલગ ફેન બેઝ બનાવી દીધો છે. વિકી ઘણા ઇન્ટરવ્યૂ દરમિયાન પણ બોલી ચૂક્યા છે કે તેને કેટરીના ખૂબ પસંદ છે અને તે તેના દિવાના છે. છેલ્લા કેટલાક સમયથી બંને એક બીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા.

આ પણ વાંચો – Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ

આ પણ વાંચો – Viral Video : નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, પછી જે થયુ એ જોઈ તમે પણ હસીને લોટપોટ થઈ જશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati