દેશમાં ઝડપી જ નાક દ્વારા આપવામાં આવશે કોરોનાની વેક્સિન! ભારત બાયોટેકે ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ માટે કરી અરજી
ભારત બાયોટેકે દલીલ કરી છે ઈન્ટ્રાનેસલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી શકે છે. તેમને દાવો કર્યો છે કે ઈન્ટ્રાનેસલ વેક્સિન કોરોનાના ટ્રાન્સમિશનને રોકવામાં સફળ છે.
ભારત બાયોટેકે (Bharat Biotech) પોતાની ઈન્ટ્રાનેસલ કોવિડ વેક્સિન (Nasal vaccine)ના બુસ્ટર ડોઝ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને (DCGI) ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ માટે આવેદન આપ્યું છે, જે કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીકરણ વાળા લોકોને આપવામાં આવી શકે છે. આ જાણકારી સુત્રો દ્વારા સામે આવી છે. ઈન્ટ્રાનેસલ વેક્સિન નાકમાં આપનારી રસી છે, જે એક રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કરી વાઈરસને શરીરની અંદર પ્રવેશ કરવાથી અટકાવે છે.
ભારત બાયોટેકે દલીલ કરી છે ઈન્ટ્રાનેસલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી શકે છે. તેમને દાવો કર્યો છે કે ઈન્ટ્રાનેસલ વેક્સિન કોરોનાના ટ્રાન્સમિશનને રોકવામાં સફળ છે. ગયા મહિને ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા અલ્લાએ નાકથી આપવામાં આવતી રસીના મહત્વ પર પણ જોર આપ્યું હતું. તેના મહત્વ અંગે તેમણે કહ્યું હતું કે આખી દુનિયા આવી રસીઓ ઈચ્છે છે, સંક્રમણને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ ‘ઈમ્યુનોલોજી’ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સૌભાગ્યની વાત છે કે ભારત બાયોટેકે તેને શોધી કાઢ્યું છે.
Bharat Biotech has submitted phase 3 clinical trial application to DCGI for its booster dose of their intranasal Covid vaccine that can be given to Covaxin and Covishield vaccinated people: Source pic.twitter.com/Sao0TMvMcj
— ANI (@ANI) December 20, 2021
તેમને જણાવ્યું હતું કે અમે નાકથી આપનારી રસી લાવી રહ્યા છે. અમે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે કોવેક્સિનનો બીજો ડોઝ નાક દ્વારા આપી શકાય કે કેમ, તે વ્યૂહાત્મક રીતે, વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો બીજો ડોઝ નાક દ્વારા આપવામાં આવે છે તો તમે સંક્રમણને ફેલાવવાથી અટકાવી શકો છો.
ક્લિનિકલ પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં રસી સુરક્ષિત
બાયોટેકનોલોજી વિભાગે આ વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે 18થી 60 વર્ષના ઉંમરના સમૂહમાં પ્રથમ ચરણનો ક્લિનિકલ અભ્યાસ પૂરો થઈ ચૂક્યો છે. ત્યારબાદ ભારત બાયોટેકની ઈન્ટ્રાનેસલ રસી પ્રથમ રસી છે, જેને બીજા અને ત્રીજા ચરણના પરીક્ષણ માટે નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. આ પ્રથમ કોવિડ-19 રસી છે, જેનું ભારતમાં માનવો પર તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ રસી બીબીવી 154 છે, જેની ટેક્નોલોજી ભારત બાયોટેકે સેન્ટ લુઈસની વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. DBTએ જણાવ્યું હતું કે, ‘કંપનીએ જાણ કરી છે કે ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં તંદુરસ્ત લોકોને આપવામાં આવેલી રસીના ડોઝને શરીર દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યો છે. કોઈ ગંભીર પ્રતિકૂળ અસરો દેખાઈ નથી. પૂર્વ-ક્લિનિકલ અભ્યાસમાં પણ રસી સુરક્ષિત હોવાનું જણાયું હતું. પ્રાણીઓના અભ્યાસમાં રસી ઉચ્ચ સ્તરના એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવામાં સફળ રહી હતી.