Kareena Kapoor: જ્યારે કરીના કપૂરની એક ભૂલે પ્રિયંકા ચોપરાને બનાવી દીધી સુપરસ્ટાર, બંનેએ ફરી ક્યારેય સાથે ફિલ્મ ના કરી

Kareena Kapoor Aitraaz : કરીના કપૂરે ફિલ્મ 'ઐતરાઝ' દરમિયાન એક ભૂલ કરી હતી, જેનાથી પ્રિયંકા ચોપરાને ઘણો ફાયદો થયો હતો. આ ફિલ્મે પ્રિયંકાને સુપરસ્ટાર બનાવી. બાદમાં કરીના કપૂરે પણ આ માટે પસ્તાવો કર્યો હતો.

Kareena Kapoor: જ્યારે કરીના કપૂરની એક ભૂલે પ્રિયંકા ચોપરાને બનાવી દીધી સુપરસ્ટાર, બંનેએ ફરી ક્યારેય સાથે ફિલ્મ ના કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 5:30 PM

Kareena Priyanka Aitraaz Movie: બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચે છે. કરીનાએ પોતાની ફિલ્મી કરિયરમાં એક કરતા વધુ શાનદાર ફિલ્મો કરી છે. શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી કરીનાએ મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. જોકે, કરિયરના શરૂઆતના તબક્કામાં કરીના કપૂરે એક એવી ભૂલ કરી હતી, જેનો તેને આજે પણ પસ્તાવો થયો હશે. આ છે ફિલ્મ ‘ઐતરાઝ’સાઈન કરતી વખતે કરીનાની એક ભૂલે પ્રિયંકા ચોપરાને સુપરસ્ટાર બનાવી દીધી.

અબ્બાસ-મસ્તાને કરીનાને બંને રોલ ઓફર કર્યા

વર્ષ 2004માં કરીના, પ્રિયંકા અને અક્ષય કુમારની ફિલ્મ એતરાઝ આવી હતી. આ ફિલ્મ માટે પ્રિયંકા પહેલા કરીના કપૂરને સાઈન કરવામાં આવી હતી. ‘ઐતરાઝ’ના નિર્માતા સુભાષ ઘાઈ અને નિર્દેશક અબ્બાસ-મસ્તાને કરીનાને બંને રોલ ઓફર કર્યા હતા. ફિલ્મ નિર્માતાઓએ કરીનાને કહ્યું હતું કે, આ ફિલ્મમાં બે મહિલા અને એક પુરુષ મુખ્ય ભૂમિકામાં હશે. આવી સ્થિતિમાં કરીના પોતાના માટે કોઈ પણ મહિલા રોલ પસંદ કરી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કરીનાએ ફિલ્મમાં એક મહિલાની ભૂમિકા પસંદ કરી હતી જે મુખ્ય પુરુષ અભિનેતાની વિરુદ્ધ હતી. ફિલ્મ નિર્માતાઓએ કરીનાને સંપૂર્ણ તક આપી, પરંતુ તેણે બીજી ભૂમિકા છોડી દીધી, જે વધુ શક્તિશાળી હતી. બાદમાં આ રોલ માટે પ્રિયંકા ચોપરાની પસંદગી કરવામાં આવી હતી.

અભિનેત્રીને લોકો તરફથી ઘણી પ્રશંસા પણ મળી

આ એક જ ભૂલ હતી જે કરીના કપૂરે કરી હતી અને પ્રિયંકા ચોપરાએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને માત્ર ટીકાકારોની પ્રશંસા જ મળી નથી, પરંતુ તેને લોકો તરફથી ઘણી પ્રશંસા પણ મળી હતી. આ ફિલ્મમાં કરીનાએ અક્ષય કુમારની પત્નીની ભૂમિકા ભજવી હોવા છતાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મની તમામ લાઇમલાઇટ ચોરી લીધી હતી.

બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. પ્રિયંકા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તે પોતાની ફિલ્મો અને સિરીઝથી દર્શકોને સતત ઈમ્પ્રેસ કરી રહી છે. હાલમાં જ તેના બે હોલીવુડ પ્રોજેક્ટ રિલીઝ થયા છે, જેને લઈને તે સતત ચર્ચામાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">