35 વર્ષ પછી પૂરુ થયું કરીના-કરિશ્માનું અધૂરૂં સ્વપ્ન, રણધીર કપૂર-બબીતા સાથે રહેવા માટે થયા રાજી
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પોતાના પેરેન્ટ્સને અલગ થતા જોયા છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.

સામાન્ય હોય કે ખાસ દરેક બાળક ઈચ્છે છે કે તેના માતા-પિતા હંમેશા સાથે રહે. જેથી બાળકોને માતા-પિતાના કારણે કોઈ એક સાથે રહેવાનું નક્કી ન કરવું પડે. જો કે ઘણી વખત બાળકોનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પણ પોતાના પેરેન્ટ્સથી અલગ થતા જોવા મળી છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.
આ પણ વાંચો : Kareena Kapoor Khanના આ લહેંગાની કિંમત કેટલી હશે? તમે અંદાજ પણ નહીં લગાવી શકો
કપૂર પરિવારને એકસાથે જોવાનું બધાને ગમે છે. કપૂર પરિવારની હોળી પાર્ટી અને ક્રિસમસ બ્રંચ ખૂબ ફેમસ છે. આ દરમિયાન આખો પરિવાર એક સાથે જોવા મળે છે અને તેમના ચાહકો બધાને સાથે જોવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કરીના-કરિશ્માના અંગત જીવન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોલો-બેબોના માતા-પિતા એટલે કે બબીતા અને રણધીર કપૂર ફરી એકવાર સાથે રહેવા લાગ્યા છે.
જુઓ પોસ્ટ
View this post on Instagram
પ્રાપ્ત માહિતી અનુસાર કરીના અને કરિશ્માના માતા-પિતા બબીતા અને રણધીર કપૂર ફરીથી સાથે રહેવા માટે સંમત થયા છે. બંને તમામ ફરિયાદો ભૂલી ગયા છે. રિપોર્ટ અનુસાર બબીતા તેના પતિ સાથે બાંદ્રામાં રહેવા આવી છે. 35 વર્ષ પછી માતા-પિતાને સાથે રહેતા જોઈને બંને દીકરીઓની ખુશીની કોઈ સીમા નથી. સમાચાર મુજબ રણધીર અને બબીતાનું પુનઃમિલન 7 મહિના પહેલાં થયું હતું.
બબીતા લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવીને રહ્યા
તમને જણાવી દઈએ કે 80ના દાયકાના મધ્યમાં બબીતાએ તેની બે પુત્રીઓ સાથે આરકે બંગલો છોડીને અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. તે લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવી અને તેની દીકરીઓ સાથે રહેવા લાગી. લગ્નના 17 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બબીતા અને રણધીર અલગ રહેવા લાગ્યા. જો કે બંનેએ ક્યારેય છૂટાછેડા લેવાનું નક્કી કર્યું નથી. એવું માનવામાં આવે છે કે બબીતાને રણધીરનું વલણ પસંદ નહોતું.