‘કપિલ શર્મા શો’ પર અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીના સંબંધોનો ખુલાસો

આ શનિવારે કપિલ શર્મા શોમાં યુગલો અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી, કશ્મિરા શાહ અને કૃષ્ણ અભિષેક, કિકુ શારદા અને પ્રિયંકા શારદાનું દિલથી સ્વાગત કરે છે. આ શોમાં શ્રી અને શ્રીમતીના વિશેષ એપિસોડમાં, જીવનસાથીઓ તેમના જીવન અને સંબંધોના રસપ્રદ પાસાઓને જાહેર કરશે. આવા જ એક દંપતીની આપણે બધા પ્રશંસા કરીએ છીએ. અર્ચના અને પરમીત, જેમણે […]

'કપિલ શર્મા શો' પર અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીના સંબંધોનો ખુલાસો
Kunjan Shukal

|

Aug 07, 2020 | 8:52 AM

આ શનિવારે કપિલ શર્મા શોમાં યુગલો અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી, કશ્મિરા શાહ અને કૃષ્ણ અભિષેક, કિકુ શારદા અને પ્રિયંકા શારદાનું દિલથી સ્વાગત કરે છે. આ શોમાં શ્રી અને શ્રીમતીના વિશેષ એપિસોડમાં, જીવનસાથીઓ તેમના જીવન અને સંબંધોના રસપ્રદ પાસાઓને જાહેર કરશે. આવા જ એક દંપતીની આપણે બધા પ્રશંસા કરીએ છીએ. અર્ચના અને પરમીત, જેમણે લગ્ન કર્યાને 28 વર્ષ થયા છે અને હજી પણ મજબૂત થઈ રહ્યા છે. તેઓ આ વિક એન્ડમાં કપિલ શર્મા શો પર ચોક્કસપણે કપલ ગોલ્સની નવી વ્યાખ્યા કરશે.

Kapil Sharma show par archna puran sinh ane parmeet sethi na sambandho no khulaso

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કપિલ શર્મા પરમીત પાસેથી જાણવા ઈચ્છતો હતો કે શું અર્ચનાએ તેને લગ્ન કરવા માટે શું કોઈ વધારાની મહેનત કરાવી હતી, જેમાં ઘણા હાસ્ય વચ્ચે પરમિતે જવાબ આપ્યો કે અર્ચનાએ મને તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડી. તેણે એવી સ્થિતિ ઉભી કરી કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો નહીં. અર્ચનાએ તરત જ ઉમેર્યુ ‘પરમીત ખોટું બોલી રહ્યો છે, તેણે મને પ્રપોઝ કર્યું અને અમે લગ્ન કરવા માટે ભાગી ગયા. અમે એક બીજાથી ભાગ્યા નહોતા પણ અમે લગ્ન કરવા માટે સાથે ભાગ્યા હતા’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે પરમીતે સંપૂર્ણ વાર્તા જણાવી અને કહ્યું ‘અમે રાતના 11 વાગ્યે એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને એક પંડિતજીની શોધમાં ગયા. 12 વાગ્યે જ્યારે અમને એક પંડિત મળ્યા, ત્યારે પંડિતે અમને પૂછ્યું કે શું તમે ભાગીને આવ્યા છો અને શું તે છોકરી પુખ્ત છે કે નહીં. જેનો જવાબ મેં આપ્યો ‘મેરે સે જ્યાદા બાલિક હૈ લડકી’. પછી તેણે કહ્યું ‘એસે નહીં હોતી શાદી મહુર્ત નીકાલેગા ઔર ફિર હોગી’. અમે તે જ રાત્રે તેને પૈસા આપ્યા અને બીજા દિવસે સવારે 11 વાગ્યે અમારા લગ્ન થયાં. ઉલ્લેખનીય છે કે અર્ચના અને પરમીત બંને તેમના તાલમેલ અને એક સુંદર સાથી માટે જાણીતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati