AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara : કંતારા ફિલ્મને અચાનક મળવા લાગ્યા નેગેટિવ રિવ્યુ, જાણો શું છે કારણ

Kantara : એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મ 'કંતારા'માં વરાહ રૂપમ ગીતનું મૂળ વર્ઝન હજુ પણ અસ્તિત્વમાં નથી. આને લઈને દર્શકો ખૂબ નારાજ છે.

Kantara : કંતારા ફિલ્મને અચાનક મળવા લાગ્યા નેગેટિવ રિવ્યુ, જાણો શું છે કારણ
Kantara film
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:53 AM
Share

સિનેમાની દુનિયામાં સાઉથની ફિલ્મોની વધતી જતું વર્ચસ્વ પ્રશંસનીય છે, સાઉથની ફિલ્મોએ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી છે. આ ફિલ્મોમાં બીજી એક શાનદાર ફિલ્મ કંતારા છે. આ કન્નડ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. કંતારા ફિલ્મ તાજેતરમાં થિયેટરોમાં આવ્યા બાદ OTT પર રિલીઝ થઈ છે, 24મી નવેમ્બરથી કંતારા એમેઝોન પ્રાઇમ પર કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં વીડિયો પર દર્શકો માટે ઉપલબ્ધ છે. જો કે આ ફિલ્મના ગીતોમાં કરવામાં આવેલા ફેરફારને કારણે આ ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળી રહ્યા છે.

વરાહ રૂપમ ગીત લોકોને આવ્યું પસંદ

કંતારા ફિલ્મના ક્લાઈમેક્સની સાથે ચાહકોને આ ફિલ્મનું ગીત વરાહ રૂપમ પણ પસંદ આવ્યું છે. ફિલ્મને હિટ બનાવવામાં આ ગીતનો પણ મહત્વનો ભાગ છે. જો કે OTT પર રીલિઝ થયેલી ફિલ્મ કંતારામાંથી વરાહ રૂપમ ગીત હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ ગીતને હટાવવા પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે તેની નકલ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ આરોપોને કારણે આ ગીતને ફિલ્મમાંથી હટાવવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડથી વધુ છે પરંતુ હમારા વરાહ રૂપમ ગીતના કારણે ફિલ્મને નુકસાન થઈ રહ્યું છે.

જાણો શું હતો વિવાદ

ગીતને લઈને કેરળના રોક બેન્ડ થેક્કુડમ બ્રિજ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, વરાહ રૂપમ ગીત તેની વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ નવરસમની નકલ છે. રોક બેન્ડ થેક્કુડમ બ્રિજે કોઝિકોડ કોર્ટનો સહારો લીધો અને ત્યાંની અદાલતે પણ સંમતિ આપી કે ગીતની નકલ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. કોઝિકોડ કોર્ટ ઉપરાંત, પલક્કડ જિલ્લા અદાલતે પણ બેન્ડની તરફેણમાં નિર્ણય લેતા ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચાહકોને મળી રહ્યા છે નકારાત્મક પ્રતિભાવો

હવે ફિલ્મના નિર્માતાઓ એક જ ગીતનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ તેઓએ ગીતના લિરિક્સ રાખીને અને તેનું ટ્યુનિંગ બદલીને કંતારામાં ગીતનો ઉપયોગ કર્યો છે. પરંતુ ફિલ્મના ચાહકોને ગીતનું બદલાયેલું વર્ઝન બિલકુલ પસંદ આવ્યું નથી. એક યુઝરે લખ્યું છે કે, “લાગે છે કે ગીત બદલીને ફિલ્મની આત્માની હત્યા કરવામાં આવી છે, ગીત વરાહ રૂપમ ફિલ્મની આત્મા છે.” તો એ જ યુઝરે ટ્વીટ કર્યું, ‘વરાહ રૂપમનો નવો અવતાર તદ્દન બકવાસ છે, તે થિયેટરમાં માસ્ટર પીસ જેવો લાગતો હતો, કાં તો જૂનું વરાહ રૂપમ પાછું લાવવું જોઈએ અથવા તેને એમેઝોન પ્રાઇમ પરથી હટાવવું જોઈએ’. કહે છે કે જો તમે કાન્તારાનું નવું ગીત સાંભળો, તમારા કાનમાંથી લોહી નીકળવા લાગશે. જેના કારણે ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">