Kangana Ranaut: એવેન્જર્સ એ આપણા વેદોની કોપી છે, કંગના રનૌતે હોલીવુડની ઘણી સુપરહીરો ફિલ્મો પર ઉઠાવ્યા સવાલ

ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે (Kangana Ranaut) કહ્યું હતું કે જ્યારે હું સુપરહીરોને જોઉં છું ત્યારે લાગે છે કે તેઓ આપણા વેદમાંથી લેવામાં આવ્યા છે. જેમ 'આયર મેન' છે, તેના કવચની તુલના 'મહાભારત'ના કર્ણના કવચ સાથે કરી શકાય છે.

Kangana Ranaut: એવેન્જર્સ એ આપણા વેદોની કોપી છે, કંગના રનૌતે હોલીવુડની ઘણી સુપરહીરો ફિલ્મો પર ઉઠાવ્યા સવાલ
Kangana Ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 6:01 PM

તાજેતરમાં દેશના સૌથી લોકપ્રિય શો લૉક અપ (Lock Upp) સિઝન વનની ક્વિન કંગના રનૌત ઘણી વખત તેની અદભુત સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કંગના રનૌત (Kangana Ranaut) એકમાત્ર એવી અભિનેત્રી છે જે દરેક મુદ્દા પર વાત કરે છે અથવા તેના બદલે કંગના પાસે દરેક મુદ્દા માટે કન્ટેન્ટ છે. તે કોઈપણ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરવામાં સહેજ પણ સંકોચ અનુભવતી નથી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેત્રીએ માર્વેલ સ્ટુડિયોની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘એવેન્જર્સ’ (Avengers) અને અન્ય હોલિવૂડ સુપરહીરો ફિલ્મો વિશે કંઈક એવું કહ્યું છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જશે.

ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે કહ્યું કે આ ફિલ્મો અને તેના પાત્રો આપણા વેદોમાંથી લેવામાં આવ્યા છે. તેમજ કંગનાએ ‘થોર’ની તુલના હનુમાનજી સાથે કરી હતી, જ્યારે ‘આયર્ન મેન’ને ‘મહાભારત’નો કર્ણ ગણાવ્યો હતો. તેણે માર્વેલ કોમિક્સ દ્વારા પ્રકાશિત અમેરિકન કોમિક પુસ્તકોના ભાગરૂપે ‘એવેન્જર્સ’ સુપરહીરોને આગળ વર્ણવ્યા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વધુમાં ઇન્ટરવ્યુમાં સુપરહીરોની ભૂમિકા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર, અભિનેત્રીએ કહ્યું કે હું સુપરહીરોના રોલ માટે મારા દેશનો અભિગમ અપનાવીશ. મને લાગે છે કે હોલીવુડ આપણી પૌરાણિક કથાઓ અને વાર્તાઓથી ખૂબ પ્રેરિત છે.

‘હોલીવુડના સુપરહીરો વેદોની કોપી છે’

કંગના આગળ કહે છે કે જ્યારે હું સુપરહીરોને જોઉં છું ત્યારે લાગે છે કે તે આપણા વેદોમાંથી લેવામાં આવ્યા છે. જેમ ‘આયર્ન મેન’ છે, પછી તેના કવચની તુલના ‘મહાભારત’ના કર્ણના કવચ સાથે કરી શકાય. થોર અને તેના હથોડાની તુલના હનુમાનજી અને તેમની ગદા સાથે કરી શકાય છે.

ધાકડ છોકરીના લગ્ન કેમ નથી થતા?

આ દરમિયાન અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે લગ્ન કેમ કરી શકતી નથી? આનું કારણ એ અફવા છે જેમાં લોકો તેના વિશે કહે છે કે તે ખૂબ જ ઝઘડાલુ સ્વભાવની છે. વળી કોઈ અર્થ વગર લોકો સાથે બળજબરીથી લડતી રહે છે. કંગનાએ મજાકમાં કહ્યું કે આવી અફવાઓએ લોકોના દિલો-દિમાગમાં એવી ઈમેજ બનાવી છે કે જેના કારણે તેઓ લગ્ન માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધી શકતી નથી.

આ કંગનાની આગામી ફિલ્મ છે

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલમાં તેની ફિલ્મ ‘ધાકડ’નું પ્રમોશન કરી રહી છે, જે 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. કંગના આ ફિલ્મમાં અગ્નિ નામની રફ એન્ડ ટફ છોકરીનો રોલ કરી રહી છે. અર્જુન ફિલ્મમાં રુદ્રવીરની ભૂમિકામાં છે. ફિલ્મમાં કંગના રનૌત ફાયર એજન્ટ તરીકે જોવા મળશે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મમાં એક્શન, સ્ટાઈલ અને થ્રિલર ઓલ ઈન વન બધું જ જોવા મળશે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">