AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflixને લઈને કરણ જોહર પર કંગના રનૌતે ફરી નિશાન સાધ્યું, કહી આ વાત

કંગના રનૌત (Kangana Ranaut) એ એક એવી અભિનેત્રી છે કે, જે હંમેશા કોઈને કોઈ બહાના હેઠળ સતત સમાચારોમાં બની રહે છે. કંગના રનૌત અને નિર્દેશક કરણ જોહર વચ્ચેનો ઝગડો એ આજે કોઈનાથી પણ અજાણ્યો નથી.

Netflixને લઈને કરણ જોહર પર કંગના રનૌતે ફરી નિશાન સાધ્યું, કહી આ વાત
Karan Johar & Kangana Ranaut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 11:17 PM
Share

અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) આજે તેની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે નેટફ્લિક્સ (Netflix) પર કટાક્ષ કરતા કહ્યું છે કે, નેટફ્લિક્સ જેવું લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ભારતીય બજારને સમજી શકતું નથી. કંગના રનૌતે નેટફ્લિક્સની સરખામણી એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે કરી છે, જેણે તાજેતરમાં જ થિયેટર પછી તેના OTT પ્લેટફોર્મ પર અભિનેત્રીની ફિલ્મ ‘થલાઈવી’ રિલીઝ કરી છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયોની સરખામણી કરતાં કંગનાએ એમેઝોનને ખુલ્લા મનનું અને લોકશાહીયુક્ત ગણાવ્યું હતું. એટલું જ નહીં, આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંગના રનૌતે કરણ જોહરનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે.

કંગના રનૌતે કરણ જોહર પર નિશાન સાધ્યું છે

View this post on Instagram

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

તાજેતરમાં કરણ જોહરે નેટફ્લિક્સની ગ્લોબલ ચીફ બેલા બાજરિયા માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. કરણ જોહરનું નામ લીધા વિના, કંગનાએ કહ્યું છે કે, કેટલાક પ્લેટફોર્મના આંતરરાષ્ટ્રીય વડાઓ 90ના દાયકાના દિગ્દર્શકોની કુખ્યાત પાર્ટીઓમાં હાજરી આપે છે, જ્યારે એમેઝોનના લોકો નવી સામગ્રી માટે લોકોને મળે છે.

તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, કંગના રનૌતે Netflix CEO રીડ હેસ્ટિંગ્સના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે ભારતમાં OTT પ્લેટફોર્મના ગ્રાહકોના ઘટાડાથી કંપની પરેશાન છે. કંગના રનૌતે પોતાની સ્ટોરીમાં આગળ લખ્યું છે કે, આ ડેટા સૂચવે છે કે નેટફ્લિક્સની સરખામણીમાં એમેઝોન પ્રાઇમ વીડિયો ભારતમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. કારણ કે, તેઓ વધુ ખુલ્લા મનના અને લોકશાહીયુક્ત માનસ ધરાવે છે.

કંગનાએ આ પોસ્ટમાં અણદેખીતી રીતે કરણ જોહરને આડેહાથ લીધો છે. તેણીએ કહ્યું કે, ”જ્યારે ઈન્ટરનેશનલ હેડ ભારત આવે છે, ત્યારે તે 90ના દાયકાના ડિરેક્ટરની કુખ્યાત પાર્ટીઓમાં નથી જતી, પરંતુ તે એવા લોકોને મળે છે જેઓ તેમના પ્લેટફોર્મમાં યોગદાન આપી રહ્યા છે. છેલ્લી વખત મેં સાંભળ્યું હતું કે નેટફ્લિક્સના વડા ભારતીય બજારને સમજી શક્યા નથી. વેલ, ઈન્ડિયન માર્કેટ એ 90ના દાયકાના ડિરેક્ટર નથી, કે જે ઘણી ગપસપ કરે છે. અહીં સેંકડો પ્રતિભાશાળી લોકો પણ છે.”

કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

Kangana Ranaut Recent Instagram Post

કંગના રનૌતના પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ પણ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. જેની ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે OTT પ્લેટફોર્મે તેમના આગામી 40 નવા પ્રોજેક્ટ્સની જાહેરાત પણ કરી હતી.

કંગના રનૌતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે અભિનેત્રીની ફિલ્મ ‘ધાકડ’ રીલિઝ થવા જઈ રહી છે. ધાકડ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું ટીઝર પણ શેર કરાયું છે, જેમાં કંગના રનૌતનો નીડર લુક બતાવવામાં આવ્યો હતો.

ધાકડનું ટીઝર જુઓ

ધાકડ ફિલ્મનું ટ્રેલર

આગામી ‘ધાકડ’ ફિલ્મ ઉપરાંત કંગના રનૌતના ખાતામાં ફિલ્મ ‘તેજસ’ પણ છે, જેમાં તેણી એક બહાદુર એરફોર્સ પાઈલટ તરીકે જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">